દાહોદની જૂની કોર્ટ પાસે જુગાર રમી રહેલા ત્રણ જુગારી ઝડપાયા

દાહોદ શહેરમાં જાહેરમાં પાના પત્તા વડે હારજીતનો જુગાર રમી રમાડતાં જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો માર્યો હતો.
પોલીસે ત્રણ જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગજડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપિયા 10,540ની રોકડ સાથે ઝડપી પાડી જુગારીઓને જેલ ભેગા કર્યાં છે.
પોલીસને બાતમી મળતાં જ દરોડો પાડ્યો
તારીખ 25 મી સપ્ટેમ્બરના રોજ દાહોદ શહેરમાં જૂની કોર્ટ રોડ પર રમેશ ભગતની સામેની ગલીમાં જાહેરમાં પાના પત્તા વડે જુગાર રમતાં ઈકબાલ સત્તાર બજારીયા, હબીબભાઈ બશીરભાઈ પઠાણ અને મોહમદ ઈબરાહીમભાઈ પટેલ જુગાર રમી રમાડતાં હોવાની પોલીસને બાતમી મળી હતી.
પોલીસે તમામ જુગારીઓને ઝડપી પાડયા
પોલીસે સ્થળ પર ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતાં.
પોલીસે તમામ જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગજડતીમાંથી અને દાવ પરથી કુલ રોકડા રૂા. 10,540ની રોકડ રકમ કબજે કરી જુગારીઓ વિરૂધ્ધ દાહોદ એ ડિવિઝને જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.