પાટણમાં પહેલા નોરતે જ વરસાદ, ગરબા-આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા

પાટણ શહેરમાં નવરાત્રી નો પ્રારંભ થયો છે સોમવાર દિવસ દરમાયાન ઉકળાહટ બાદ બપોરે પહેલા નોરતે વરસાદ વરસવાનું શરૂ થતાં ગરબા-આયોજકો અને ખેલૈયઓ ચિંતામાં મુકાઈ ગયા છે.
સવારે માતાજી ની મૂર્તિ નું વાજતેગાજતે સ્થાપન કર્યા બાદ આજે પહેલા નોરતે ગરબા થશે કે નહીં એ અંગે સવાલો ઊભા થયા છે.
કોરાનાકાળનાં બે વર્ષ બાદ પાટણ શહેર માં 5સ્થળો ઉપર મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે,
ત્યારે પાટણ આજે બપોરે 3.45 વાગ્યે વરસાદ વરસવાનું શરૂ થયો હતો.
આજથી નવરાત્રિ શરૂ થઈ છે, જેની વચ્ચે પાટણ શહેરના બપોરે વરસાદ શરૂ થયો છે.
વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જશે, તો પાર્ટી પ્લોટમાં ગરબા રમાશે કે કેમ એની ખેલૈયાઓમાં અત્યારથી ચિંતા બેસી ગઈ છે,
જોકે બપોરે શહેરમાં વાદળો છવાયેલાં છે. હવામાન વિભાગ દ્વારા પણ નવરાત્રિના પહેલા બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી.
પાટણ શહેરમાં અચાનક વરસાદ વરસવાનું શરૂ થતાં માર્કેટયાર્ડમાં માં થોડી વાર માટે અફરફતરી મચી હતી
માર્કેટયાર્ડમાં પડેલ માલ વેપારીઓ દ્વારા પ્લાસ્ટિક નાખી ઢાકવામાં આવ્યો હતો
તો ખુલ્લા માં પડેલ બોરીઓ પાલડી હતી