વાંદર ગામમાં યુવકે ઝેરી દવા ગટગટાવી લેતાં મોત

દેવગઢ બારીયા તાલુકાના વાંદર ગામે ખેડા ફળિયાના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવતાં ઝેર શરીરમાં પ્રસરી જતાં તબીયત લથડતાં સારવાર માટે દાહોદ લઇ જતાં રસ્તામાં મોત નિપજ્યું હતું.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વાંદર ગામના ખેડા ફળિયામાં રહેતા 26 વર્ષિય મહેન્દ્રભાઈ બીજલભાઈ બારીયાએ બપોરના અરસામાં પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી ઝેરના પારખા કરવાનો પ્રયાસ કર્યો હતો.
તેની હાલત લથડતાં તાત્કાલિક દેવગઢ બારીયા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પરંતુ ઝેરની અસર આખા શરીરમાં પ્રસરી જતાં હાલત ગંભીર થતાં વધુ સારવાર માટે દાહોદ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું.
આ સંબંધે મૃતકના પિતા મહેન્દ્રભાઈ બારીયાની ફરિયાદના આધારે દેવગઢ બારિયા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
