જીટીયુએ પરીક્ષામાં નકલ કરતા ઝડપાયેલા 361ને સજા ફટકારી

પ્રતીકાત્મક તસવીર:જીટીયુએ પરીક્ષામાં નકલ કરતા ઝડપાયેલા 361ને સજા ફટકારી

જીટીયુએ પરીક્ષામાં નકલ કરતા ઝડપાયેલા 361ને સજા ફટકારી

પ્રતીકાત્મક તસવીર:જીટીયુએ પરીક્ષામાં નકલ કરતા ઝડપાયેલા 361ને સજા ફટકારી
પ્રતીકાત્મક તસવીર:જીટીયુએ પરીક્ષામાં નકલ કરતા ઝડપાયેલા 361ને સજા ફટકારી

 

જીટીયુની યુએફએમ (અનફેર મિન્સ કમિટી)એ ઈજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતની પરીક્ષાઓમાં ચોરી કરતાં પકડાયેલા 361 વિદ્યાર્થીઓને લેવલ 1થી લેવલ 6 સુધીની સજા ફટકારી છે.

આ વિદ્યાર્થીઓને પરીક્ષામાં નાપાસ કરવાથી માંડીને ત્રણ સેમેસ્ટર સુધી પરીક્ષામાં નહીં બેસવાની સજા કરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન આ વિદ્યાર્થીઓ હાજર રહ્યા

વિવિધ કોર્સની પરીક્ષામાં કાપલીઓની મદદથી ચોરી કરતા કુલ 376 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હતા.

આ વિદ્યાર્થીઓની સામે જીટીયુના પ્રતિનિધિઓએ કોપી કેસ કર્યો હતો.

આ અંગે યુએફએમ કમિટીની સુનાવણી દરમિયાન આ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

 

લેવલ પ્રમાણે વિદ્યાર્થીને કરાતી સજાની જોગવાઈ

 

  • લેવલ 1 ચોરી કરતા પકડાયા હોય તે વિષયમાં નાપાસ.
  • લેવલ 2 ચોરી કરતા પકડાયા હોય તે સેેમના બધા વિષયમાં નાપાસ
  • લેવલ 3 સમર, વિન્ટરનું પરિણામ રદ, તમામ પરીક્ષામાંથી બાકાત
  • લેવલ 4 વર્તમાન પરીક્ષાનું પરિણામ રદ કરી, આગામી ત્રણ સેમેસ્ટરની પરીક્ષામાં ન બેસવા દેવા
  • લેવલ 5 વર્તમાન તમામ વિષયોનું પરિણામ રદ, આગામી 4 સેમની પરીક્ષામાં બેસવા ન દેવા
  • લેવલ 6 વર્તમાન સેમેસ્ટરની તમામ વિષયોની પરીક્ષાનું પરિણામ કેન્સલ કરી, આગામી પાંચ સેમેસ્ટરની પરીક્ષામાં બેસવા દેવાશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp