5 વર્ષમાં 63 હિન્દુ યુવતીઓએ મુસ્લિમ સાથે લગ્ન કર્યાં : એક પણ યુવતીનું કાયદેસર ધર્મ પરિવર્તન ન થયું હોવાનો ઘટસ્ફોટ

છેલ્લા પાંચ વર્ષમાં 63 હિન્દુ યુવતીઓએ મુસ્લિમો સાથે લગ્ન કર્યાં છે,
એ પૈકી એક પણ યુવતીએ કાયદેસર ધર્મ પરિવર્તન કર્યું ન હોવાની ચોકવનારી માહિતી બહાર આવતા જો ગેરકાયદેસર ધર્મ પરિવર્તન થયું હોય તો કરનાર અને કરાવનાર સામે કાયદેસર કાર્યવાહી કરવાની તૈયારી શરૂ થઈ છે.
નવા આવેલા કાયદા ને કારણે લવ જેહાદ ના કિસ્સા ની સંખ્યા માં ઘટાડો જોવા મળી રહ્યો છે
શહેર માં છેલ્લા પાંચ વર્ષ માં ૪૨૯૭ જેટલા લગ્ન નોંધાયા છે એ પૈકી મહિલા હિન્દુ હોય અને પુરુષ મુસ્લિમ હોય એવા ૧૨૫ જેટલા લગ્નો નોંધાયા છે
જોકે માત્ર ૬૩ લગ્નો જ શહેર નાં રહેવાસીઓ એ નોંધાવ્યા છે બાકી ના અન્ય શહેર જિલ્લા તથા રાજ્ય નાં હોવાનુ બહાર આવ્યું છે.
પરંતુ એક પણ કિસ્સા માં ધર્મ પરિવર્તન નહિ થયા હોવાનું બહાર આવતા આ અંગે સરકાર ને રિપોર્ટ કરી વિગતવાર માહિતી મોકલવામાં આવી છે
જેમાં ધર્મ પરિવર્તન નાં કાયદા નું ઉલ્લંઘન થયું હોય એવા કિસ્સા માં કાયદેસર ની કાર્યવાહી કરી શકાય એમ જણાવાયું છે
લવ જેહાદ લગ્નના ચકચારી કિસ્સામાં ફતેગંજ પોલીસ મથકે જુલાઇ 2021માં નોંધાયો હતી
જેમાં મોહિબ પઠાણે પાટીદાર યુવતીને ભોળવી લગ્ન કર્યા બાદ ધર્મ પરિવર્તન કરાવ્યુ હતું.
બીજો કિસ્સો જૂન 2021 માં ગોત્રી પોલીસ મથકે નોંધાયો હતો
જેમાં સમીર કુરેશી એ હિન્દુ દલિત યુવતી ને ધર્મ પરિવર્તન માટે ફરજ પાડી હોવાનું ફરિયાદમાં નોંધાયું હતું.
કલેક્ટર કચેરી ખાતે 2017થી 2021 સુધીમાં ધર્મ પરિવર્તનની માત્ર 10 અરજીઓ આવી
કલેકટર કચેરી ખાતે 2017થી 2021 સુધીમાં માત્ર 10 જ ધર્મ પરિવર્તનની અરજી આવેલી છે,
એ પૈકી 9ને મંજુરી મળી છે. આ સમયમાં થયેલા 63 લગ્નો પૈકી કોઈ યુવતીએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી નથી.
આ અંગે સરકારને રિપોર્ટ કરી મુસ્લિમો સાથે લગ્ન કરનાર 63 મહિલાઓની ચકાસણી કરી ગેરકાયદેસર ધર્મ પરિવર્તન થયું હોય તો કાયદેસર કાર્યવાહી કરવાનું જણાવાયું છે.
પાંચ વર્ષમાં હિન્દુ યુવતી સાથે મુસ્લિમ યુવકોએ કરેલા લગ્ન
2017- 14
2018- 36
2019 – 29
2020- 33
2021- 13
