577 શાળા માટે 2014 ઓરડા મંજૂર છતાં 712ની ઘટ યથાવત

પ્રતીકાત્મક તસવીર:577 શાળા માટે 2014 ઓરડા મંજૂર છતાં 712ની ઘટ યથાવત

577 શાળા માટે 2014 ઓરડા મંજૂર છતાં 712ની ઘટ યથાવત

પ્રતીકાત્મક તસવીર:577 શાળા માટે 2014 ઓરડા મંજૂર છતાં 712ની ઘટ યથાવત
પ્રતીકાત્મક તસવીર:577 શાળા માટે 2014 ઓરડા મંજૂર છતાં 712ની ઘટ યથાવત

 

થોડા દિવસો પહેલાં સરકારી શાળાઓ મામલે રાજકિય પાર્ટીઓ વચ્ચે ભારે શાબ્દિક જંગ છેડાયો હતો.

ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ વર્ષોથી ઓરડાઓની ઘટ સાથે ચાલતી હતી. પરંતુ હાલમાં તાત્કાલિક અસરથી એક સાથે 2014 ઓરડાઓ બનાવવાની મંજુરી આપી દેવાઇ છે.

જિલ્લાની શાળાઓમાં આમ તો 2716 ઓરડાની ઘટ છે. ત્યારે 2014 ઓરડાની મંજુરી બાદ પણ 712 ઓરડાની ઘટ યથાવત રહેશે તેમ જોવાઇ રહ્યું છે.

આ ઓરડાની મંજુરી મળી જતાં હવે તેના નિર્માણનો માર્ગ મોકળો બનતાં શાળાઓમાં છાત્રો અને શિક્ષકોની પરેશાનીમાંથી મુક્તિ મળશે તેમ જોવાઇ રહ્યું છે.

દાહોદ જિલ્લામાં 1647 પ્રાથમિક શાળાઓમાં 3,45,104 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

જિલ્લામાં નિર્માણ કરવામાં આવેલી સંખ્યાબંધ પ્રાથિક શાળામાં ઓરડા જર્જરિત થઇ ગયા હતા અને ત્યાં ઘટ વર્તાતી હતી.

જિલ્લામાં સમય જતાં ઓરડાઓની ઘટ 2726 ઉપર પહોંચી હતી. જોકે, માગણી છતાં મંજુરીમાં ધાંધિયા થતાં હતાં.

પાછલા દિવસોમાં રાજ્યની સરકારી શાળાઓની ગુણવત્તા મામલે રાજકિય પાર્ટીઓ વચ્ચે છેડાયેલો શાબ્દિક જંગ છેક દિલ્હી સુધી પહોંચ્યો હતો.

ત્યારે દાહોદ જિલ્લામાં ઘટ વાળી 577 શાળામાં 2014 નવા ઓરડા બનાવવાની મંજુરી આપી દેવામાં આવી છે.

મંજુર કરવામાં આવેલા 2014 ઓરડાઓ પૈકી 197 ઓરડાઓ માટેના વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લામાં 2726 ઓરડાની ઘટ વચ્ચે 2014 ઓરડા બનાવવાની મંજુરી આપવામાં આવી છે.

પરંતુ હજી 712 ઓરડાની ઘટ યથાવત રહેશે તેમ જોવાઇ રહ્યું છે.

ખાતમુહૂર્તના આયોજનો પણ ઘડી કઢાયા

જિલ્લામાં 55 શાળાના 197 નવી વર્ગખંડો 2720 લાખના ખર્ચે નિર્માણ થનાર છે.

તેના વર્ક ઓર્ડર મળી જતાં ખાતમૂહૂર્તના કાર્યક્રમ પણ ઘડી કાઢવામાં આવ્યા છે.

તે મુજબ 28મીએ જેકોટ તથા નેલસુર ઘાટી પ્રા શાળા, 29મીએ કારઠ, વાસિયા ડુંગરી, તારમી, 30મીએ વાંસિયાડુંગરી, વટેડા પ્રા.શાળામાં સાંસદ જશવંતસિંહ ભાભોર, દંડક રમેશભાઇ કટારા, જિ.પ પ્રમુખ શીતલબેન વાઘેલા, પ્રફુલ્લભાઇ ડામોર તેમજ ધારાસભ્યો અને અધિકારીઓની ઉપસ્થિતમાં ખાતમૂહૂર્ત કરવામાં આવનાર છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp