ખરખડી ગામે મકાનમાંથી 7 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

રાજગઢ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એન આર રાઠોડને બાતમી મળી હતી કે ખરખડી ગામે વિનોદભાઇ રતનભાઇ રાઠવા તેના ઘરે ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ લાવી વેચાણ કરે છે.
બાતમીના અાધારે હે.કો કિર્તીશકુમાર, રાજેશભાઇ તથા પો.કો સતીષકુમાર , હર્ષદકુમાર, કનુભાઇ, નીતીનકુમાર, ભારતસિંહને ખરખડી ગામે વિનોદભાઇ રાઠવા તેના ધરે રેઇડ કરતાં તે મળી અાવ્યો ન હતો.
પરંતુ તેના ઘરેથી જુદા જુદા માર્કાની દારૂ રોયલ સીલેકટ ડીલેકસ વ્હીસ્કીના કવાટરીયા નંગ 4560 જેની કિમત રૂા.4,56,000, માઉન્ટસ 6000 ફાઇન સ્ટ્રોંગ ટીન બિયર નંગ 768 જેની કિમત રૂા.76,800, કિંગફીસર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર નંગ 120 જેની કિમત રૂા.12,000, મેકડોવેલ્સ નંબર વન રીઝર્વ વ્હીસ્કી નંગ 84 જેની કિમત રૂા.67,200, મેકડોવેલ્સ નંબર વન રીઝર્વ વ્હીસ્કી નંગ 480 જેની કિમત રૂા.96,000 ગણી જેની કુલ કીંમત રૂા.7,08,000 તથા બે મોબાઇલ મળી કુલ રૂા.7,23,000નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.