નડિયાદના યુવકને હની ટ્રેપમાં ફસાવનાર 2 શખ્સ ઝડપાયા

નડિયાદ શહેરના મંજીપુરા ચોકડી પાસે રહેતા 54 વર્ષીય આધેડને હની ટ્રેપમાં ફસાવી રૂ.1 લાખ પડાવી લેનાર છ ઈસમો વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં રવિવારે મોડી સાંજે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે.
બંને આરોપીઓની ધરપકડ કરી અગાઉ કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.
મંજીપુરા ચોકડી પાસે રહેતા 54 વર્ષીય આધેડ શહેરના જવાહર નગરમાં લેડીઝ કપડા ઓર્ડર મુજબ બનાવવાનો વ્યવસાય કરે છે.
તેઓ ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક પર એકાઉન્ટનો ઉપયોગ કરી સિલાઈ કામની અલગ અલગ ડિઝાઇન વાળા ફોટા માર્કેટિંગ કરવા અપલોડ કરે છે.
લેડીઝ કામ કરતા હોવાને કારણે જુદી જુદી મહિલાઓ સાથે વાત કરતા હોય છે.
જેનો લાભ લઈ નડિયાદ જવાહનગર વિસ્તારમાં રહેતા 6 ઇસમોએ મહિલાનું ફેક આઈડી બનાવી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ટુકડે ટુકડે રૂ.1 લાખ ખંખેરી લીધા હતા.
પોલીસે આ અંગે ગુનો નોંધી ભાવેશ ઝાલા અને સતિષ સોલંકી નામના બે ઇસમોની ધરપકડ કરી હતી.
ફરિયાદ નોંધાતા જ સતિષે મોબાઈલ તોડી નાંખ્યો
આરોપી સતિષ ખુબજ સાતીર છે, પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની જાણ થતા જ પુરાવાનો નાશ કરવાના ઇરાદે તેણે મોબાઈલ તોડી નાંખ્યો હતો.
જે તૂટેલો મોબાઈલ પોલીસે કબ્જે કર્યો છે.
આરોપીઓએ વધુ ગુના આચર્યા છે કે કેમ તેની તપાસ કરાશે. > હરપાલસિહ ચૌહાણ, PI