ખુંટજના પીપળીયાના રહીશોને પાણી માટે દોઢ કિમીની રઝળપાટ

મહુધાના ખુંટજના પીપળીયા વિસ્તારમાં જુના બોરમાંથી માટી અને નાની કાંકરીઓ નીકળવાને પગલે છેલ્લા બે માસમાં બે મોટર બગડતા સ્થાનિકો સહિત ધારાસભ્ય દ્વારા નડિયાદ પાણી પુરવઠામાં લેખિત રજૂઆત કરી નવીન બોર બનાવવાની માંગણી કરવામાં આવી હતી.
પાણીની સમસ્યાને કારણે વિસ્તારના રહીશોને દોઢ કિમી દૂરથી પાણી લાવવા મજબૂર બન્યા હતા.
માજી સરપંચ બળવંતસિંહ સોઢાએ જણાવ્યું હતું કે છેલ્લા એક માસથી પાણીમા દળ સહીત નાની કાંકરિયો નીકળવા લાગી હતી.
અને અગાઉની જૂની મોટર બળી જતા પાણી પુરવઠા વિભાગ દ્વારા નવીન પાણીની મોટર આપવામાં આવી હતી.
પરંતુ નવીન મોટર પણ બળી જતા બે-બે વખત સ્થાનિકોના દ્વારા સ્વખર્ચે બંધાવવા છતાં વારંવાર પાણી વાટે માટી અને કાંકરીયો આવતા મોટર બળી જવાનો સિલસિલો યથાવત રહ્યો હતો.
જેના પગલે રહીશોને એક થી દોઢ કિમી દૂર બગડું ખાતેના મુખ્ય કુવામાથી પાણી લાવવાની ફરજ પડીરહી છે.