માતરના રતનપુરમાં સાસરિયાઓના મહેણા-ટોણાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફિનાઈલ ગટગટાવ્યું

માતરના રતનપુરમાં સાસરિયાઓના મહેણા-ટોણાના ત્રાસથી કંટાળીમાતરના રતનપુર ગામની પરિણીતાને પતિ, સાસુ અને નણંદ દ્વારા રોજ-બરોજના ત્રાસ આપવામાં આવતો હતો.
જેથી કંટાળી પરિણીતાએ ફિનાઈલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે ફરિયાદ માતર પોલીસ મથકે નોંધાઈ છે.
પરિણીતાને મહેણા-ટોણા મારતા
માતરના રતનપુર ગામના જીલાની પાર્કમાં રહેતા સલમાન સલાબત પઠાણના લગ્ન પાંચેક વર્ષ પૂર્વે સમાજના રીતિ-રિવાજ મુજબ 23 વર્ષીય યુવતી સાથે થયા હતા.
સલમાન નડિયાદ ખાતે પોસ્ટ ઓફિસમાં નોકરી કરે છે. જ્યારે તેની પત્ની મહેમદાવાદના તાલુકાના કનીજ ગામ ખાતે આવેલ પી.એચ.સી.માં નર્સ તરીકે નોકરી કરે છે.
લગ્ન જીવનના પાંચ વર્ષ થયા પછી પણ તેણીની કુખ ખાલી રહી હતી.
જેને લઇ પતિ સલમાન, સાસુ નસીમ સલાબત પઠાણ અને અમદાવાદમાં પરણાવેલી નણંદ સિરીન અજરું પઠાણ તેણીને મહેણા-ટોણા મારતા હતા.
ઉશ્કેરાયેલા પતિએ પત્નીને થપ્પડ મારી
પોતાનો સંસાર ના બગડે તે માટે પરિણીતા આ મહેણા-ટોણા સહન કરી સાસરીમાં દિવસો પસાર કરતી હતી.
ગત 18મી સપ્ટેમ્બરના રોજ સવારના આશરે સવા નવેક વાગે નાઇટમાં નોકરી કરી સાસરીના ઘરે આવ્યા હતા અને પતિ સલમાનને ફોન કરી દૂધની થેલી લઈને આવવાનું કહેતા તે દૂધની થેલીને લઇ ઘરે આવ્યો હતો.
આ સમય દરમિયાન ઘરે આવેલા પતિ સલમાને તેણીના મમ્મી ઘરે આવે છે. માટે પંખો સાફ કરી દે તેમ કહેતા તેણીએ પહેલા જમવાનું બનાવી દઉં પછી પંખો સાફ કરીશ તેમ જણાવતા ઉશ્કેરાયેલા પતિ સલમાને પોતાની પત્નીને થપ્પડ ઝીંકી દઈ ડાબા હાથના બાવળા પર બચકું ભરી લીધું હતું.
સાથે પતિ સલમાને તને આઠ લાખ રૂપિયા આપી દઉ છું. તુ મને છુટુ આપી દે નહી તો મરી જા તેમ કહ્યું હતું.
પરિણીતાને મનમાં લાગી આવતા ફિનાઈલ ગટગટાવ્યું
જેથી મનમાં લાગી આવતા પરિણીતાએ બાથરૂમમાં ઘુસી અંદર પડેલી ફિનાઈલની બોટલ મોઢે અડાડી દીધી હતી.
તેણીએ થોડું ફિનાઈલ પીધા પછી તરત જ બહાર કાઢી નાખ્યું હતું.
આ સમયે પતિ સલમાને જઈને હાથમાંથી ઝાપટ મારી ફિનાઈલ બોટલ ખૂંચવી લીધી હતી.
તેમ છતાં તેણીના મોઢામાં થોડું ફિનાઈલ જતું રહ્યું હતું. આ સમયે ઘરમાં હાજર જેઠાણી તસ્લીમબાનુ તેણીને બીજા રૂમમાં લઈ ગઈ હતી.
માતર પોલીસે પીડીતાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો
આ દરમિયાન પતિ સલમાને ફોન કરતા સાસુ નસીમ ત્યાં દોડી આવ્યા હતા.
અને સાસુએ તું શું નાટક કરે છે, છુટુ લઇ લે સાલી વાંજણી બાખડી ભેંસ તને કયારેય છોકરા થશે નહી.
તેમ કહી ઝૂલફીયાબાનુ સાથે ઝઘડો કર્યો હતો. જેથી તેણી એક્ટીવા લઇ ફરિયાદ નોંધાવવા માતર પોલીસ મથકે દોડી ગયા હતા.
આ સમયે પાછળ દોડી ગયેલા પિતાના સમજાવટથી પરિણીતાએ ફરિયાદ નોંધાવવાના સ્થાને માત્ર અરજી આપી હતી.
બાદમા એક્ટીવા લઈ ઘરે આવતા હતા, ત્યારે ખેડા નજીક ચક્કર આવતા તેણીએ ફોન કરી ખેડા ખાતે રહેતા માસા તારીફ હુસેન સલાઉદીન સૈયદને બોલાવ્યા હતા.
જેથી ત્યાં દોડી ગયેલા તેઓ તેણીને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાંથી તેણીને વધુ સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયી હતી.
દરમિયાન માતર પોલીસે પીડિતાની ફરિયાદના આધારે પતિ સલમાન સલાબત પઠાણ, સાસુ નસીમ સલાબત પઠાણ તેમજ અમદાવાદ રહેતી નણંદ શીરીન અજરું પઠાણ વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા સહિતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી દીધી છે.
માતરના રતનપુર ગામની પરિણીતાને પતિ, સાસુ અને નણંદ દ્વારા રોજ-બરોજના ત્રાસ આપવામાં આવતો હતો.
જેથી કંટાળી પરિણીતાએ ફિનાઈલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
જે મામલે ફરિયાદ માતર પોલીસ મથકે નોંધાઈ છે.
પરિણીતાને મહેણા-ટોણા મારતા માતરના રતનપુર ગામના જીલાની પાર્કમાં રહેતા સલમાન સલાબત પઠાણના લગ્ન પાંચેક વર્ષ પૂર્વે સમાજના રીતિ-રિવાજ મુજબ 23 વર્ષીય યુવતી સાથે થયા હતા.
સલમાન નડિયાદ ખાતે પોસ્ટ ઓફિસમાં નોકરી કરે છે. જ્યારે તેની પત્ની મહેમદાવાદના તાલુકાના કનીજ ગામ ખાતે આવેલ પી.એચ.સી.માં નર્સ તરીકે નોકરી કરે છે.
લગ્ન જીવનના પાંચ વર્ષ થયા પછી પણ તેણીની કુખ ખાલી રહી હતી.
જેને લઇ પતિ સલમાન, સાસુ નસીમ સલાબત પઠાણ અને અમદાવાદમાં પરણાવેલી નણંદ સિરીન અજરું પઠાણ તેણીને મહેણા-ટોણા મારતા હતા.
ઉશ્કેરાયેલા પતિએ પત્નીને થપ્પડ મારી
પોતાનો સંસાર ના બગડે તે માટે પરિણીતા આ મહેણા-ટોણા સહન કરી સાસરીમાં દિવસો પસાર કરતી હતી.
ગત 18મી સપ્ટેમ્બરના રોજ સવારના આશરે સવા નવેક વાગે નાઇટમાં નોકરી કરી સાસરીના ઘરે આવ્યા હતા અને પતિ સલમાનને ફોન કરી દૂધની થેલી લઈને આવવાનું કહેતા તે દૂધની થેલીને લઇ ઘરે આવ્યો હતો.
આ સમય દરમિયાન ઘરે આવેલા પતિ સલમાને તેણીના મમ્મી ઘરે આવે છે. માટે પંખો સાફ કરી દે તેમ કહેતા તેણીએ પહેલા જમવાનું બનાવી દઉં પછી પંખો સાફ કરીશ તેમ જણાવતા ઉશ્કેરાયેલા પતિ સલમાને પોતાની પત્નીને થપ્પડ ઝીંકી દઈ ડાબા હાથના બાવળા પર બચકું ભરી લીધું હતું.
સાથે પતિ સલમાને તને આઠ લાખ રૂપિયા આપી દઉ છું.
તુ મને છુટુ આપી દે નહી તો મરી જા તેમ કહ્યું હતું.
પરિણીતાને મનમાં લાગી આવતા ફિનાઈલ ગટગટાવ્યું
જેથી મનમાં લાગી આવતા પરિણીતાએ બાથરૂમમાં ઘુસી અંદર પડેલી ફિનાઈલની બોટલ મોઢે અડાડી દીધી હતી.
તેણીએ થોડું ફિનાઈલ પીધા પછી તરત જ બહાર કાઢી નાખ્યું હતું.
આ સમયે પતિ સલમાને જઈને હાથમાંથી ઝાપટ મારી ફિનાઈલ બોટલ ખૂંચવી લીધી હતી.
તેમ છતાં તેણીના મોઢામાં થોડું ફિનાઈલ જતું રહ્યું હતું.
આ સમયે ઘરમાં હાજર જેઠાણી તસ્લીમબાનુ તેણીને બીજા રૂમમાં લઈ ગઈ હતી.
માતર પોલીસે પીડીતાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો
આ દરમિયાન પતિ સલમાને ફોન કરતા સાસુ નસીમ ત્યાં દોડી આવ્યા હતા.
અને સાસુએ તું શું નાટક કરે છે, છુટુ લઇ લે સાલી વાંજણી બાખડી ભેંસ તને કયારેય છોકરા થશે નહી.
તેમ કહી ઝૂલફીયાબાનુ સાથે ઝઘડો કર્યો હતો. જેથી તેણી એક્ટીવા લઇ ફરિયાદ નોંધાવવા માતર પોલીસ મથકે દોડી ગયા હતા.
આ સમયે પાછળ દોડી ગયેલા પિતાના સમજાવટથી પરિણીતાએ ફરિયાદ નોંધાવવાના સ્થાને માત્ર અરજી આપી હતી.
બાદમા એક્ટીવા લઈ ઘરે આવતા હતા,
ત્યારે ખેડા નજીક ચક્કર આવતા તેણીએ ફોન કરી ખેડા ખાતે રહેતા માસા તારીફ હુસેન સલાઉદીન સૈયદને બોલાવ્યા હતા.