‘તારા વિના શ્યામ મને એકલડું લાગે…’ પર કોપીરાઇટ મેળવનાર અતુલ પુરોહિતે કહ્યું- આ ગરબા પર કોઈ રોયલ્ટી નથી લેવાનો, ગરબો બધા ગાઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર:'તારા વિના શ્યામ મને એકલડું લાગે...' પર કોપીરાઇટ મેળવનાર અતુલ પુરોહિતે કહ્યું- આ ગરબા પર કોઈ રોયલ્ટી નથી લેવાનો, ગરબો બધા ગાઈ શકે છે

‘તારા વિના શ્યામ મને એકલડું લાગે…’ પર કોપીરાઇટ મેળવનાર અતુલ પુરોહિતે કહ્યું- આ ગરબા પર કોઈ રોયલ્ટી નથી લેવાનો, ગરબો બધા ગાઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર:'તારા વિના શ્યામ મને એકલડું લાગે...' પર કોપીરાઇટ મેળવનાર અતુલ પુરોહિતે કહ્યું- આ ગરબા પર કોઈ રોયલ્ટી નથી લેવાનો, ગરબો બધા ગાઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર:’તારા વિના શ્યામ મને એકલડું લાગે…’ પર કોપીરાઇટ મેળવનાર અતુલ પુરોહિતે કહ્યું- આ ગરબા પર કોઈ રોયલ્ટી નથી લેવાનો, ગરબો બધા ગાઈ શકે છે

 

નવરાત્રિમાં તારા વિના શ્યામ મને એકલડું લાગે…. ગરબો તમે સાંભળ્યો હશે અને એના પર ગરબે પણ ઘૂમ્યા હશો,

પરંતુ તમને જણાવી દઈએ કે આ ગરબો વડોદરા સહિત દેશ અને દુનિયાના લોકોને પોતાના અવાજના સૂરથી ડોલાવતા ગાયક અતુલ પુરોહિત અને તેમના મિત્રોનું સહિયારું પ્રદાન છે,

જેથી આ ગરબા પર હવે અતુલ પુરોહિતે કોપીરાઇટ હાંસલ કર્યો છે,

પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે હું આ ગરબા પર કોઈ રોયલ્ટી વસૂલવાનો નથી. ગરબો બધા ગાઈ શકે છે.

1982માં ગરબો લખાયો, વડોદરામાં પ્રથમવાર ગવાયો

હાલ અમેરિકામાં ગુજરાતીઓ સહિતના લોકોને ગરબાના તાલે મોજ કરાવતા અતુલ પુરોહિતે દિવ્ય ભાસ્કર સાથે ઓનલાઇન ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તારા વિના શ્યામ મને એકલડું લાગે,

રાસે રમવાને વહેલો આવજે…. ગરબો ઇ.સ. 1982માં લખાયો હતો.

પ્રથમવાર આ ગરબો વડોદરાના મહેસાણાનગરના ગરબા ગ્રાઉન્ડ પર ગાયો હતો.

ગરબો સહિયારું સર્જન

કોપીરાઇટ અંગે અતુલ પુરોહિતે જણાવ્યું હતું કે આ ગરબા પર મેં કોપીરાઇટ કરાવ્યો છે,

પરંતુ એનો અર્થ એ નથી કે આ ગરબો કોઈ ગાઈ ન શકે. કોપીરાઇટ મેળવવાનો એટલો જ ઉદ્દેશ છે કે આ ગરબો અમારું સહિયારું સર્જન છે.

તારા વિના શ્યામ…ગરબો મેં, વિજય આયંગર, કુશલ મહેતા, અસીમ સરકાર, કૌશિક મિસ્ત્રી અને અચલ મહેતા બધાએ ભેગા થઈને બનાવ્યો છે,

તેથી આ ગરબા પર મારો હક-દાવો જમવવાનો કોઈ જ આશય નથી.

મારો ઉદ્દેશ એટલો જ છે કે આજકાલ કોઈ વસ્તુ પ્રખ્યાત થાય એટલે કોઈપણ કંપની તેને ધડ દઈને રજિસ્ટર કરાવી દે છે અને એનો કોપીરાઇટ કરાવી દે છે.

રોયલ્ટી નહીં લઉ, ગરબો બધા ગાઈ શકશે

અતુલ પુરોહિતે કહ્યું હતું કે અમારો આ ગરબો 1982થી ગવાતો આવ્યો છે,

પરંતુ તેને કોઈએ આરક્ષિત નહોતો કર્યો. આ ગરબાને આરક્ષિત કરવાનો હેતુ એટલો જ છે કે એનો કોઈ અનુચિત લાભ ન ઉઠાવે.

ઘણી જગ્યાએ આ ગરબાને કોઈ ને કોઈ પોતાનું સર્જન છે એવો દાવો કરતું હતું એટલે આવી બધી અફવાને દૂર માટે કોપીરાઇટ લીધો છે.

અમારી રચના સુરક્ષિત છે. હું કોપીરાઇટથી કોઈ ધંધાકીય લાભ નથી લેવાનો.

કોઈપણ ગાયકને આ ગરબો ગાતો બંધ નથી કરવાનો કે નથી કોઈ એની રોયલ્ટી ક્લેઇમ કરવાની. આ ગરબો ગાવા માટે મારી કોઈ પરમિશન લેવાની જરૂર નથી.

કોઈ વિવાદ નથી કરવા માગતો

તેમણે કહ્યું હતું કે દિવ્ય ભાસ્કરના માધ્યમથી કહેવા માગું છું કે હું કોઈ વિવાદ ઊભો કરવા માગતો નથી.

મને માત્ર એટલો જ રસ છે કે ગરબો અમારો છે અને ગાય બધા જ, એમાં કોઈ ને કોઈ જ બંધન નથી.

બસ, અમારો એટલો જ હેતુ છે કે અમારી રચના સુરક્ષિત રહે.

અન્ય સહિયારી રચનાઓના કોપીરાઇટ વિશે વિચારીશું

તેમણે ઉમેર્યું હતું કે આવી સહિયારી રચનાઓ હોય એને કોપીરાઇટ કરવા અંગે હું વિચારી રહ્યો છું.

કોપીરાઇટ કરાવવા અંગે હું તમને દાખલો આપું કે સુંદરકાંડમાં હું મંગલ ભવન અમલંગ હારી…. ગાઉ છું.

મારા સુંદરકાંડમાં આ લાઇન મેં લીધી તો T સિરીઝે તેના પર સ્ટ્રાઇક કરી કે આ મારું છે. મને ફાંફાં પડી ગયા કે આ તુલસીદાસજીની રચના છે અને આખી દુનિયા ગાય છે.

ઘણા બધા અનુભવો પરથી મેં વિચાર્યું કે કોપીરાઇટ લઇ આવી વસ્તુ સુરક્ષિત રહેવી જોઇએ અને કોની રચના છે એ વ્યવસ્થિત લોકો જાણવા જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp