આતંક ફેલાવતી બિચ્છુ ગેંગના વધુ 2 આરોપી ઝડપાયા

ઓખામંડળમાં આંતક ફેલાવતી બિચ્છુ ગેંગના વધુ બે આરોપીને પોલીસે પકડી પાડયા છે.
બંને આરોપીના અદાલતે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
ગેંગના 12 શખસો સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષથી આંતક મચાવનાર બીચ્છુ ગેંગના અગાઉ 12 જેટલા શખ્સો સામે ગુજસીટોકનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
દ્વારકા જીલ્લાના પોલીસ વડા નીતેશકુમાર પાંડેય દ્વારા આંતક ફેલાવતી ચકચારી બીચ્છુ ગેંગના કુલ-12 આરોપીઓને થોડા સમય અગાઉ અટક કરી કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કરાયા હતાં.
આ સિવાય બીચ્છુ ગેંગના અન્ય સાગરીતો તેમજ બિચ્છુ ગેંગના સક્રીય સભ્યોને પકડવા ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી , મીઠાપુર પી.આઈ સી.એલ.દેસાઇ અને તેમની ટીમ દ્વારા ગેંગના સક્રીય સભ્ય મેરૂભા વાલાભા માણેક (રે.મેવાસા સીમ) તથા રાયદેભા ટપુભા કેર(રે. ટોબર ગામ) ને પકડી ગુજસીટોકના ગુનામાં ધરપકડ કરી હતી.
બન્ને આરોપીઓની વધુ પુછપરછ માટે પોલીસે ગુજસીટોક કોર્ટ રાજકોટમાં રીમાન્ડની માંગણી કરી હતી.
આથી કોર્ટે બન્ને આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.