સુરેન્દ્રનગર સખી વન સેન્ટરની મદદથી ભોપાલની સગીરાનું પરિવાર સાથે સુખદ મિલન

પ્રતીકાત્મક તસવીર:સુરેન્દ્રનગર સખી વન સેન્ટરની મદદથી ભોપાલની સગીરાનું પરિવાર સાથે સુખદ મિલન

સુરેન્દ્રનગર સખી વન સેન્ટરની મદદથી ભોપાલની સગીરાનું પરિવાર સાથે સુખદ મિલન

પ્રતીકાત્મક તસવીર:સુરેન્દ્રનગર સખી વન સેન્ટરની મદદથી ભોપાલની સગીરાનું પરિવાર સાથે સુખદ મિલન
પ્રતીકાત્મક તસવીર:સુરેન્દ્રનગર સખી વન સેન્ટરની મદદથી ભોપાલની સગીરાનું પરિવાર સાથે સુખદ મિલન

 

સુરેન્દ્રનગરના સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા ભોપાલની એક ઘર છોડી આવેલી સગીર બાળાનું તેનાં પરિવાર સાથે પુર્નમિલન કરવામાં આવ્યું હતું.

181 અભયમ હેલ્પલાઇન દ્વારા એક સગીરવયની બાળાને સખી વન સ્ટોપ સેન્ટર, સુરેન્દ્રનગર પર લાવવામાં આવી હતી.

જેનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, તે બાળા મૂળ ભોપાલ, મધ્યપ્રદેશની છે.

તે 13 સપ્ટેમ્બરનાં રોજ નાના ભાઈ સાથે કોઈ વાતે ઝઘડો થતા ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગઈ હતી.

181 અભયમ હેલ્પલાઇન દ્વારા આ કેસને સખી વન સ્ટોપ સેન્ટર, સુરેન્દ્રનગરને સોંપવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર રામ ભોજનાલય સ્થિત સખી વન સ્ટોપ પર આ બાળાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતુ.

અને તે પરથી જાણવા મળ્યું કે, તે નાના ભાઈ સાથે નાની વાતમાં ઝઘડો થતા કોઇને જાણ કર્યા વિના ઘર છોડીને ચાલી આવી છે.

સર્વપ્રથમ આ બાળા ભોપાલ રેલવેસ્ટેશને પહોંચી હતી. અને ત્યાંથી ઇન્દોરની ટિકિટ લીધી.

ત્યાં એક આશ્રમના ભાઈ મળી આવ્યા. એમની સાથે વાતચીત કરી અને ત્યાર બાદ સાગર શહેરમાં હોટેલમાં જમવા માટે ગઈ હતી.

ત્યારબાદ બાળા વિના ગામે ગયેલી અને ત્યાંથી રેલ્વેસ્ટેશનેથી અમદાવાદ પહોંચી હતી.

ત્યાંથી જામનગર ઇન્ટરસિટી ટ્રેનના માધ્યમથી સુરેન્દ્રનગર પહોંચી હતી.

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર ગુમસુમ બેઠેલી આ બાળાની આર.પી.એફ પોલીસ દ્વારા પૂછપરછ કરતા બાળાએ બધી હકીકત જણાવી દીધી હતી.

હકીકત જાણ્યા બાદ 181 અભયમ ટીમ દ્વારા સુરેન્દ્રનગર સખી વન સ્ટોપ સેન્ટરને જાણ કરવામાં આવી હતી.

અને રાત્રે 1:30 કલાકે સખી વન સ્ટોપ પર બાળાને આશ્રય આપવામાં આવ્યો હતો.

આ કેસની વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બાળાના પરિવારે બાળા ઘર છોડીને જતી રહી છે,

તેવી જાણ થતા જ તુરંત ભોપાલ પોલીસ સ્ટેશનમાં કેસ લખાવ્યો હતો. કેસની વધુ તપાસ થયા બાદ ભોપાલ પોલીસ સ્ટેશન પર “ચાઈલ્ડ વેલ્ફર કમિટી” સમક્ષ બાળાને રજૂ કરવામાં આવી હતી.

આ કમિટીમાં ચર્ચા માટે ચેરપર્સન જીજ્ઞાબેન પંડ્યા, નિલેશભાઈ ત્રિવેદી, પી.ઓ.આઇ.સી મીનલબેન, સુરેન્દ્રનગર સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલિકા પાયલબેન પ્રજાપતિ હાજર રહ્યા હતા.

આ કેસ સંદર્ભે બાળાના પરિવારનો સંપર્ક કરી આધાર પુરાવાની તપાસ કર્યા બાદ બાળાને તેના ભાઈ અને જીજાજીને સોંપવામાં આવી હતી.

ખુબજ ઓછા સમયમાં 181 અભયમ ટીમ, ભોપાલ પોલીસ સ્ટાફ અને સખીવન સ્ટોપ સેન્ટરે સહિયારા પ્રયત્નોથી ઘર છોડી આવેલી આ પરપ્રાંતીય બાળાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતુ.

બાળાના પરિવારે સખીવન સ્ટોપ સેન્ટર, સુરેન્દ્રનગર અને 181 અભયમ ટીમનો લાગણીશીલ બની આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp