થાનગઢના રાજીવનગરની યુવતીએ અગમ્ય કારણોસર ફીનાઈલ પી જિંદગી ટૂંકાવી

સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મહત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે તે એક ચિંતાનો વિષય બન્યો છે.
કારણ કે, સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 15 દિવસમાં સાત લોકોએ આત્મહત્યા કરી લીધી છે,
તે એક ચિંતાનો વિષય બન્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે.
જેમાં 23 વર્ષ યુવતીએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ફીનાઇલ ગટગટાવી અને આત્મહત્યા કરી લીધી છે.
ત્યારે પ્રાથમિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મીનાબેન છગનભાઈ માધર નામની યુવતીને ખસેડવામાં આવી હતી.
સારવાર દરમિયાન મીનાબેન છગનભાઈ માધર નામની યુવતીનું મોત નીપજવા પામ્યું છે.
જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગેની મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના રાજીવનગર વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી મીનાબેન છગનભાઈ માધરે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં પડેલી બોટલમાંથી ફીનાઇલ ગટગટાવી અને આત્મહત્યા કરી લીધી છે.
ત્યારે પરિવારજનોને જાણકારી થતા તાત્કાલિક ફીનાઇલ પીધા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું છે.
આ મામલે સિવિલ હોસ્પિટલ ખાતે મોત બાદ પીએમ કરવામાં આવ્યું છે
અને આ મામલે પોલીસ તંત્ર દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
