ગુજરાતના ધનિકો 1 વર્ષમાં 70% વધુ ધનિક, કુલ સંપત્તિ 15 લાખ કરોડ, દેશની યાદીમાં 86 ગુજરાતી જેમાં 52% અમદાવાદી
દેશના ટોચના ધનિકોની આ વર્ષની યાદીમાં 86 ગુજરાતીઓ સામેલ છે.
આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ-2022 મુજબ છેલ્લા એક વર્ષમાં ગુજરાતના ધનિકોની સંપત્તિ 70 ટકા વધીને 15 લાખ કરોડ થઈ છે.
ગુજરાતના સૌથી વધુ ધનિકો ફાર્મા ક્ષેત્રમાંથી છે અને ત્યારબાદ સૌથી વધુ ધનિકો કેમિકલ્સ એન્ડ ગુજરાતના ધનિકો.
આ વર્ષે 13 નવા ધનિકો
પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રના તથા જ્વેલરી ક્ષેત્રના છે.
યાદીમાં ગૌતમ અદાણી અને પરિવાર 10.94 લાખ કરોડની સંપત્તિ સાથે દેશમાં પ્રથમ ક્રમે છે
જ્યારે રિલાયન્સ સમૂહના મુકેશ અંબાણી 7.95 લાખ કરોડની સંપત્તિ સાથે બીજા ક્રમે છે.
ગુજરાતના વતની ધનિકોમાં ગૌતમ અદાણી બાદ ઝાયડસ લાઇફસાયન્સિસના પંકજ પટેલ અને ત્રીજા ક્રમે નિરમા ગ્રુપના કરસનભાઇ પટેલ છે.
આ વર્ષે 13 નવા ધનિકો આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં ઉમેરાયા છે.
ગુજરાતી મહિલા ધનિકોએ સૌથી વધુ
મહત્વની વાત એ છે કે 52 ટકા ગુજરાતના ધનિકો અમદાવાદમાંથી, સંપત્તિ સર્જકો માટે પસંદગીનું શહેર તરીકે ઉભરી આવ્યું છે.
માત્ર પુરૂષો જ બિઝનેસ કરી આગળ આવે તેવું ગુજરાતમાં હવે નથી રહ્યું, બે ગુજરાતી મહિલા ધનિકોએ સૌથી વધુ વેલ્થ ધરાવનારની યાદીમાં પ્રવેશ કર્યો છે
જેમાં બ્યૂટી એન્ડ વેલનેસ ઇ-કોમર્સ પ્લેટફોર્મ-નાયકાના સફળ લિસ્ટિંગ સાથે ફાલ્ગુની નાયર અને બાયોટેક ક્વીનના કિરન મઝૂમદાર-શોએ સ્થાન મેળવી સૌથી ધનિક મહિલા બની ગયા.
સૌથી ધનિક ભારતીયનો તાજ
દેશના 1,103 લોકોની સંપત્તિ 1000 કરોડથી વધુ, સિંગાપોર, યુએઇ-સાઉદી અરેબિયાની સંયુક્ત જીડીપીથી વધારે આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટર્સની સંચિત સંપત્તિ વધીને રૂ. 100 લાખ કરોડ થઈ છે
જે સિંગાપોર, યુએઇ અને સાઉદી અરેબિયાની સંયુક્ત જીડીપીથી વધારે છે.
ગયા વર્ષની સરખામણીમાં દરરોજ રૂ. 1,600 કરોડનો ઉમેરો થયો અને રૂ. 10,94,400 કરોડની સંપત્તિ સાથે ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ રાખીને પહેલી વાર સૌથી ધનિક ભારતીયનો તાજ મેળવ્યો.