પ્રતાપપુરામાં કલરની દુકાનની પાછળ બાખોલું પાડી તસ્કરોનો ચોરીનો પ્રયાસ

સંતરામપુરમાં છેલ્લા કેટલાય સમયથી ઉપરા છાપરી ચોરીના બનાવોને લઇને સ્થાનિક રહીશોમાં અને વેપારીઓમાં પોલીસ પેટ્રોલીંગ સામે અનેક સવાલો ઉઠ્યા છે.
સ્થાનિક વેપારીઓ ચોરીના બનાવોને લઈને પોતાની મિલ્કતને લઇને ચિંતાતુર બન્યા છે.
જ્યારે બીજી બાજુ ચોરી અટકાવવા અને ચોરને પકડવામાં સંતરામપુર પોલીસ નિષ્ફળ ગઇ હોવાનુ ચર્ચાઅે જોર પકડ્યુ છે.
ત્યારે પ્રતાપપુરા વિસ્તારમાં આવેલી કલરની દુકાનની પાછળની ભાગમાંથી ચોરો બાખોલું પાડીને અંદર પ્રવેશ કરી દુકાનનો સામાન વેર વિશે કરી નાખેલો હતો.
સીસીટીવી કેમેરાની સહીતની ત્રણ એલઇડી તોડી નાખેલી હતી.
મોટા જથ્થામાં કલરની ડોલ અને ડબ્બા કાણાઓ પાડી અને તોડફોડ કરીને મોટા પાયે નુકસાન કરેલું હતું.
અા અંગે દુકાનના માલિકે સંતરામપુર પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પોલીસ પહોંચીને તપાસ હાથ ધરી દુકાનની પાછળના ભાગમાં તોડી નાખેલી એલઇડી મળી આવેલી હતી.
સંતરામપુરમાં ચોરીની ઘટનાઅો દિન પ્રતિદિન વધતી જાય છે.
રવાડીના મેળામાં પણ ચોરો લાભ ઉઠાવી ગયા હતા.
સંતરામપુર નગરમાં ચોરીના બનાવો અટકે અને પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે તેવી વેપારીઓની માંગ ઉભી થયેલી છે.