અમદાવાદના દાણીલીમડામાં ટોરેન્ટ પાવરના કર્મચારીઓ પર હૂમલો કરનાર સામે પોલીસ ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર:આરોપીનો ફોન એફએસએલમાં મોકલાશે, નડિયાદના આધેડ પાસેથી 1 લાખ પડાવ્યાં

અમદાવાદના દાણીલીમડામાં ટોરેન્ટ પાવરના કર્મચારીઓ પર હૂમલો કરનાર સામે પોલીસ ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર:અમદાવાદના દાણીલીમડામાં ટોરેન્ટ પાવરના કર્મચારીઓ પર હૂમલો કરનાર સામે પોલીસ ફરિયાદ
પ્રતીકાત્મક તસવીર:અમદાવાદના દાણીલીમડામાં ટોરેન્ટ પાવરના કર્મચારીઓ પર હૂમલો કરનાર સામે પોલીસ ફરિયાદ

 

શહેરના દાણીલીમડા વિસ્તારમાં વીજ ચોરી પકડાયા બાદ તેને ટોરેન્ટ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો.

પરંત તેઓ દંડ ભરતા ન હતા. જેથી આજે ટોરેન્ટના કર્મચારીઓ વીચ ચોરી વાળુ મિટરનું કનેક્શન કાપવા પહોંચ્યા હતા.

ત્યારે તેમની સામે મકાન માલીકે માથાકુટ કરી મારા મારી કર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ મામલે ટોરેન્ટના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા દાણીલીમડા પોલસે તપાસ શરૂ કરી છે.

વીજચોરીનો કેસ થયો હતો અને દંડ નહોતો ભર્યો

શહેરના નારણપુરા વિસ્તારમાં અકીબ ફારૂકભાઇ નાગાણી ટોરેન્ટ પાવરની ઓફિસમાં વીઝીલન્સ વિભાગમાં આસિ. મેનેજર તરીકે ફરજ બજાવે છે.

આજે તેઓ જરૂરી બંદોબસ્ત સાથે દાણીલીમડામાં ગેરકાયદે વીજ જોડાણ અંગે રેડમાં નિકળ્યા હતા.

તેમણે જરૂરી પોલીસ બંદોબસ્ત પણ મેળવી લીધો હતો. તેઓ શાહઆલમ સોસાયટીના મકાન નં 16 ખાતે જઇ મીટર ચેક કર્યું હતું.

જેમાં અગાઉ પણ વીજ ચોરીનો કેસ થયો હતો. પરંતુ વીજ ચોરી અંગેનો દંડ ભર્યો ન હતો.

જેથી તેઓએ મીટર કાપવાની કામગરી શરૂ કરી હતી.

આરોપીએ ટોરેન્ટ પાવરના કર્મચારીઓ સાથે ઘક્કામુક્કી કરી

ત્યારે ત્યાં અફરૂલ્લાખાન અસિનખા પઠાણે ટોરેન્ટ પાવરના કર્મચારીઓ સાથે ઘક્કામુક્કી કરી હતી.

ઉપરાંત તે માર મારવા પણ કરવા લાગ્યો હતો. આ સમયે ઝફરૂલ્લાખાનની પત્ની તથા બે દિકરાઓ પણ આવી ગયા હતા.

તેમણે પણ પિતાને બચાવવા પ્રયાસ શરુ કર્યા હતા. આ સમયે ઝફરૂલ્લખાને જણાવ્યું હતું કે, તમે અત્યારે જ વીજ જોડાણ કાપ્યા વગર અહીંયાથી જતા રહો નહીં તો મારી નાંખીશું.

આટલું કહ્યા બાદ તેઓ બુમાબુમ કરવા લાગ્યા હતા.

જેના કારણે પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી.

ત્યારબાદ ઝફરૂલ્લાને ઝડપી લઇ દાણલીમડા પોલીસ મથક લઇ જવામાં આવ્યા હતા.

જ્યાં અકીબે ઝફરૂલ્લાખાન પઠાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp