દાહોદના બામરોલીમાં પ્રેમિકાનું માથુ વાઢી નાખનારા પ્રેમીએ જેલમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામા ચાર દિવસ અગાઉ યુવાન પ્રેમિકાનુ અન્ય સાથે આડા સંબંધની શંકાએ કુટુંબી માસાએ ગળુ કાપી હત્યા કરી નાખી હતી.
પોલીસે તેને ઝડપી પાડતા તે હાલ રિમાન્ડ પર હતો.તે દરમિયાન આરોપીએ પોલીસ કસ્ટડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પોલીસ બેડામા ખળભળાટ મચી ગયો છે.
પ્રણય ત્રિકોણમા કુટુંબી ભાણી પ્રેમિકાની હત્યા કરી હતી
તાજેતરમાં બામરોલી ગામના જંગલ વિસ્તારમાંથી યુવતીની ધડથી માથુ જુદુ કરી નાખેલી લાશ મળી આવી હતી .
જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી દીધો હતો.
જેમાં ચાર સંતાનોના પિતા તેમજ યુવતીના પ્રેમી કુટુંબી માસા જેન્તી રાઠવાએ જ અન્ય યુવક જોડે યુવતીના પ્રેમ સંબંધને લઈને હત્યાં કરી હોવાનો ઘસ્ફોટક થયો હતો.
જેન્તી પાંચ દિવસના રિમાન્ડ પર હતો
પોલીસે વધુ પૂછપરછ મામલે આરોપી માસાને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
તેથી આરોપી જેન્તીને દેવગઢ બારીયા પોલીસ મથક ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.
ધાબળાની કિનારી ફાડીને દોરી બનાવી ફાંસો ખાધો
રાત્રીના સમયે આરોપી જેન્તીએ ઓઢવાના ધાબળાની કિનારી કાઢી નાખી હતી.
તેના વડે દોરી જેવુ બનાવીને તેનાથી લોકઅપમાં જ આવેલા ખીલા જોડે લટકી આત્મહત્યા કરી જીવન લીલા સંકેલી લેતા પોલીસબેડા સહીત પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
સીસીટીવી ચકાસીને સઘન તપાસ શરુ કરી
ત્યારબાદ ફરજ પર હાજર પોલીસે હત્યારાની લાશ ઉતારી સરકારી દવાખાને લઇ જવાયો હતો.
ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો હતો.
હાલ પોલીસે ઘટના સંબંધી આરોપીની લાશનું પીએમ કરી અને પરિવારને સોંપી દેવામાં આવી છે.
તેમજ ઘટના સંધર્ભે લીમખેડા ડિવિઝનના ડીવાયએસપીના માર્ગદર્શનમાં સીસીટીવી ફૂટેજોની તપાસવામાં આવી રહી છે.
જેમાં ઘટના સમયે શું બન્યું હતું કે બહાર આવશે.