અમદાવાદની સિવિલમાં દર્દીના સગા અને ડોક્ટરો વચ્ચે મારામારી, ડોક્ટરોએ કામ બંધ કરી દીધું

અમદાવાદની સિવિલમાં દર્દીના સગા અને ડોક્ટરો વચ્ચે મારામારી, ડોક્ટરોએ કામ બંધ કરી દીધું

પ્રતીકાત્મક તસવીર:અમદાવાદની સિવિલમાં દર્દીના સગા અને ડોક્ટરો વચ્ચે મારામારી, ડોક્ટરોએ કામ બંધ કરી દીધું
પ્રતીકાત્મક તસવીર:અમદાવાદની સિવિલમાં દર્દીના સગા અને ડોક્ટરો વચ્ચે મારામારી, ડોક્ટરોએ કામ બંધ કરી દીધું

 

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સાંજે દર્દીના સગા અને ડોક્ટરો વચ્ચે મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો.

આ સમગ્ર મામલે દર્દીના સગાએ આક્ષેપ કર્યો હતો કે ત્યાં હાજર ડોક્ટરો સારવાર કરી રહ્યા નથી.

પરંતુ બીજી તરફ આક્ષેપ કરનાર વ્યક્તિ અગાઉ અહીંયા સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી ચૂકેલો હતો

અને તેને અલગ અલગ લોકો સાથે ઝઘડો કરી અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમગ્ર મામલે ડોક્ટરો એક થઈ ગયા અને પોતાની કામગીરીથી અડધા થઈ ગયા હતા.

તેમને ફરજ પર પરત લવાયા હતાં. તેમજ હુમલો કરનાર સામે ફરિયાદ નોંધાવા કાર્યવાહી હાથ ધરી હતી.

એક વ્યક્તિએ ઝઘડો કરતા મામલો ઉગ્ર બન્યો

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સાંજે 6:30 વાગ્યાની આસપાસ એક વ્યક્તિ તેની પત્નીને લઈને સારવાર માટે આવ્યો હતો.

ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટર સાથે તેનો ઝગડો થયો હતો. થોડીવારમાં બીજા ડોક્ટરો વચ્ચે પડતા તેની સાથે પણ આ વ્યક્તિ ઝઘડો કરતા મામલો ઉગ્ર બન્યો હતો.

જેના કારણે ડોક્ટરો ભેગા થઈને પોતાની કામગીરીથી અળગા થઈ ગયા હતા.

ડોક્ટરો અળગા રહેતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા

સિવિલ હોસ્પિટલમાં કલાકો સુધી આ પ્રકારની સ્થિતિ રહેતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

આ વાતની જાણ થતા સિવિલના ડોક્ટરો પર ત્યાં પહોંચી ગયા હતા.

સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાકેશ જોષીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે ડોક્ટર સાથે ઝઘડો કરનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

તેમજ મોડી રાતે ડોક્ટરો ફરી કામગીરી પરત ફર્યા છે

અને હાલ તમામ સ્થિતિ રાબેતા મુજબની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp