દાહોદના ગલાલીયાવાડથી બાઈક પર દારુ લઈ જતા એક ઝડપાયો, બે ફરાર

દાહોદના ગલાલીયાવાડથી બાઈક પર દારુ લઈ જતા એક ઝડપાયો, બે ફરાર

 

પ્રતીકાત્મક તસવીર:દાહોદના ગલાલીયાવાડથી બાઈક પર દારુ લઈ જતા એક ઝડપાયો, બે ફરાર
પ્રતીકાત્મક તસવીર:દાહોદના ગલાલીયાવાડથી બાઈક પર દારુ લઈ જતા એક ઝડપાયો, બે ફરાર

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ પૈકી એકને મોટરસાયકલ સાથે પોલીસે ઝડપી પાડયો હતો.

રૂપિયા 40 હજાર 772ના વિદેશી દારૂના જથ્થા સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે બાતમીના આધારે નાકાબંધી કરી

ગત તારીખ 18મી સપ્ટેમ્બર ના રોજ દાહોદ તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે ગલાલીયાવાડ ગામે નાકાબંધી કરી આવતા જતા વાહનોની તલાશ હાથ ધરતા હતા.

તે સમયે ત્યાંથી એક મોટરસાયકલ પર સવાર પોલીસને જોઈને ત્રણેય ભાગવા ગયા હતા.

ત્રણ ઈસમો પસાર થઈ રહ્યા હતા

પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ગોપાલભાઈ અશોકકુમાર સાંસી (રહે. ગાલીયાવાડ) ને પોલીસે ઝડપી પાડ્યો હતો .

જ્યારે સતીશકુમાર પ્રકાશભાઈ સિસોદિયા (રહે. દેલસર) અને રામુભાઈ ભમરભાઈ સિસોદિયા (રહે. ગલાલીયાવાડ) પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ થયા હતા.

પોલીસે દારુ અને બાઈક જપ્ત કરી

પોલીસે ઝડપાયેલી મોટરસાયકલ ના ચાલક પાસેથી 40 હજાર 772ના વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સાથે અટકાયત કરી

દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત ત્રણેય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp