ભલાડા અને કણજરીમાંથી 1.73 લાખનો દારૂ ઝડપાયો

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કણજરીમાં સ્થાનિક પોલીસ અને લીંબાસીના ભલાડામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે વિદેશી દારૂ ઝડપી પાડયો છે.
બે બનાવોમાં પોલીસ ટીમે 1.73 લાખના મુદ્દામાલ સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડયો છે.
ચકલાસી સ્થાનિક પોલીસ ટીમને મળેલ બાતમી આધારે કણજરી ગામમાં ચોપાટ ચોક ભાગ બે માં રહેતા હર્ષિત પટેલના ઘરે દરોડો પાડી
વિદેશી દારૂની નાની મોટી બોટલ મળી કુલ રૂ 98,400નો મુદ્દામાલ સાથે હર્ષિત ગીરીશભાઇ પટેલને ઝડપી પાડ્યો હતો.
જ્યારે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાતમી આધારે લીંબાસી પોલીસ સ્ટેશન વિસ્તારના ભલાડાના વિશાલભાઇ પરમારના ઘરે દરોડો પાડી અલગ અલગ માર્કાની વિદેશી દારૂની બોટલ નંગ-140 અને બિયર ટીન નંગ-70 મળી કુલ રૂ 75, 425 ના મુદ્દામાલ સાથે વિશાલ પરમારની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.