સલરા ગામની બેંક ઓફ બરોડામાંં રાત્રી દરમિયાન તાળાં તોડી ચોરી કરવાનો પ્રયાસ

ફતેપુરાના સલરા ગામે બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં રાત્રી દરમિયાન તસ્કરોએ લાઇટ કાપી બેન્કના સીસીટીવી કેમેરાઓ પર કાળા રંગનો કલર સ્પ્રે છાંટી દીધો હતો.
અને દરવાજાના તાળા તોડી બેન્કમાં પ્રવેશ કર્યો હતો. અન્ય દરવાજાના તાળા તોડી એટીએમ પર પણ કલર સ્પ્રે કરી મેઇન લોકર તોડી રૂપિયાની ચોરીનો પ્રયાસ કર્યો હતો.
મેઇન લોકરનો દરવાજો ખાલવા જતા સાયરન વાગતા તેને તોડવાનો પણ પ્રયાસ કર્યો પણ ન તૂટ્તા તસ્કરો બેન્કમાંથી નાસી છૂટ્યા હતા.
સાયરન વાગતા નજીકના લોકો ભેગા થઇ ગયા હતાં. બનાવની જાણ સ્થાનિકો દ્વારા મેનેજરને કરાતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પોલીસ સ્થળ પર પહોચી જઇ તપાસ હાથ ધરી હતી.
ચોર લોકોએ મૂકી ગયેલો સામાન અને બાઇક કબજે લઇ તપાસ હાથ ધરી છે
રાત્રી દરમિયાન સલરાની બેન્ક ઓફ બરોડામાં ચોર લોકોએ ચોરી માટે તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યાનો ફોન આવતા અમે લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
સાયરનનો અવાજ સાંભળી ચોર ભાગી છૂટ્યા હતા. ચોરલોકોએ ચોરી માટે ડ્રીલ, કટર મશીન તેમજ આધુનિક સાધન સામગ્રીનો ઉપયોગ કર્યો હતો
તે મુકીને નાસી જતાં મોટર સાયકલ સાથે મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
બનાવ બનતા ઘટના સ્થળની એએસપી ગુર્જર સાહેબે પણ વિઝીટ કરી છે.
>સી.બી.બરંડા, પી.એસ.આઇ, ફતેપુરા