દેવગઢ બારીયામાં પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ જેલમાં આત્મહત્યા કરવાના મામલામાં મહિલા PSO સસ્પેન્ડ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી ગામે જંગલ વિસ્તારમાં પ્રેમ સંબંધમાં પોતાની ભાણેજને મોતને ઘાટ ઉતારના આરોપીએ થોડા દિવસો પહેલા દેવગઢ બારીઆની જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.
ત્યારે આ સંદર્ભે જિલ્લા પોલીસ વડાએ ફરજ પર તૈનાત મહિલા પીએસઓને ફરજ પરની બેદરકારી દાખવી હોવાથી
સસ્પેન્ડ કરાતાં દાહોદ જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
કુટુંબી માસાએ પ્રેમિકા ભાણીની હત્યા કરી હતી
ગત તા. 7 મી સપ્ટેમ્બરના રોજ જેન્તીભાઈ છત્રસિંહ રાઠવા (રહે. વાવ લવારીયા, માળ ફળિયુ, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ) એ પોતાની ભાણેજ સાથેના પ્રેમ સંબંધ હતો.
આ યુવતીએ અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ રાખતાં જેન્તીભાઈએ પોતાની ભાણેજને બામરોલી ગામના જંગલ વિસ્તારમાં લઈ જઈ છરાથી યુવતીનું ગળું કાપી નાંખી ધડથી અલગ કરી જંગલ વિસ્તારમાં ફેંકી દઈ નાસી ગયો હતો.
જેન્તીએ જેલમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી જેન્તીભાઈને ઝડપી પાડ્યો હતો
અને તેના રિમાન્ડ મેળવી દેવગઢ બારીઆની જેલ ખાતે મોકલી આપ્યો હતો
ત્યારે બીજા દિવસે આરોપી જેન્તીએ દેવગઢ બારીઆની જેલમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં
સમગ્ર દાહોદ જિલ્લા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી.
મહિલા PSOની બેદરકારી સામે આવી
પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં હતો.
જેમાં ફરજ પર તૈનાત મહિલા પીએસઓ દક્ષાબેન નારાણભાઈને ફરજ દરમ્યાન બેદરકારી દાખવી હોવાનુ સામે આવ્યુ હતુ.
જેથી દાહોદ જિલ્લા પોલીસ વડાએ આ મહિલા પીએસઓને સસ્પેન્ડ કરવામાં આવતાં દાહોદ જિલ્લા પોલીસ વિભાગમાં અનેક ચર્ચાઓ ભારે જાેર પકડ્યું હતું.