વરસામેડીમાં દિયરે ભાભી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું, 4 વર્ષથી શોષણ

અંજાર તાલુકાના વરસામેડી ગામે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
જેમાં કૌટુંબિક દિયર છેલ્લા 4 વર્ષોથી આધેડ ઉમરની ભાભી પર દુષ્કર્મ આચરતો હોવાનું સામે આવ્યું છે
અને આ બાબતે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.
જે બાબતે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
છેલ્લા ચાર વર્ષથી શોષણ કરવાની સાથે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાવાઇ છે.
બનાવ અંગે અંજાર પોલીસે આધેડ ઉંમરની મહિલા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને ટાંકીને વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભોગ બનનાર
મહિલાનો કૌટુંબિક દિયર મહિલાના ઘરે અવાર-નવાર આવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો.
તેમજ અપશબ્દો બોલી આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપતો હતો.
આરોપી છેલ્લા 4 વર્ષોથી મહિલાનું શોષણ કરતો હતો.
પરંતુ ભોગ બનનાર મહિલાનો આરોપી કૌટુંબિક દિયર થતો હોવાથી સમાજમાં બદનામીના ડરે ફરિયાદ કરી ન હતી.
પરંતુ આરોપી દ્વારા કરવામાં આવતું શોષણ વધી જતાં આખરે મહિલા અંજાર પોલીસ મથકે પહોંચી હતી
અને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જેથી ફરિયાદ સંદર્ભે પીઆઈ એસ.ડી. સિસોદિયાએ આગળની વધુ તપાસ હાથ ધરી છે.