ભચાઉ શહેરમાં શાંતિપૂર્ણ અને સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરૂ આયોજન…

આગામી તા. ૨૭/૦૩/૨૦૨૬ના રોજ ઉજવાનાર પવિત્ર રામનવમી તહેવાર નિમિત્તે ભચાઉ શહેરમાં શાંતિપૂર્ણ અને સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું…

આજ રોજ તા.૨૫/૦૩/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ થી ૧૧:૫૦ વાગ્યા દરમિયાન ભચાઉ શહેરના નિર્ધારિત તહેવાર રૂટ ઉપર નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ (ભચાઉ વિભાગ)ના અધ્યક્ષસ્થાને ભચાઉ, સામખીયારી અને લાકડીયા પોલીસ સ્ટેશનના થાણા અમલદારો તથા પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
ભચાઉ પોલીસ દ્વારા તહેવારને લઈને સુરક્ષાની તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે…
