મહીસાગર : રાષ્ટ્રીય માર્ગ સલામતી સલામતી માસ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત માર્ગ સલામતી અને ટ્રાફિક અવેરનેસના..

રાષ્ટ્રીય માર્ગ સલામતી સલામતી માસ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત મહીસાગર જિલ્લાના
લુણાવાડાની એઆરટીઓ કચેરી દ્વારા અલગ અલગ માર્ગ સલામતી અને ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો,
સેમીનાર અને પેમ્પ્લેટ વિતરણ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજ રોજ રોડ સેફ્ટી માસ ૨૦૨૫
અંતર્ગત લુણાવાડા એસટી ડેપો ખાતે એઆરટીઓ મહીસાગર, જિલ્લા ટ્રાફિક પોલીસ અને 108ના કર્મચારીઓની
ઉપસ્થિતિમાં જીએસઆરટીસી બસ ડ્રાઈવરો તથા એસટી ડેપોના અન્ય સ્ટાફ તથા
અન્ય લોકોને મેડિકલ ઈમરજન્સીમાં કઈ રીતે રિસ્પોન્સ આપવો અને કઈ રીતે
સીપીઆર આપવી તેની ટ્રેનિંગ આપવામાં આવી હતી..
ઉલ્લેખનીય છે કે, મહીસાગર જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ
૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી યોજનાર છે જેમાં આરટીઓ તથા પોલીસ દ્વારા વિવિધ અવેરનેસ કાર્યક્રમ
જેવા કે શાળા કોલેજોમાં સેમિનાર, ચિત્ર સ્પર્ધા, રોડ સેફટી સ્લોગન સાથે પતંગ વિતરણ તથા
વિવિધ તાલુકાઓમાં રોડ સેફ્ટી ડ્રાઇવ, ભારે વાહનોમાં રેડિયમ રેડિયમ રિફ્લેકટર,
શેરી નાટકો રોડ, રોડ સેફટી પેમ્પ્લેટ વિતરણ, એન્જિનિયરિંગમાં જરૂરી સુધારાઓ જેવા પ્રોગ્રામ કરવામાં આવનાર છે..