આણંદની 40 સોસાયટીમાં ઘેર ઘેર પોસ્ટર લાગ્યા નેતાઓએ વોટ માંગવા આવવું નહીં
પ્રચાર માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સાગ મટે વિરોધ થતાં રાજકીય પક્ષોની મૂંઝવણ વધી
30 વર્ષથી ગટર સફાઈ સહિતના પ્રશ્નો રજૂઆત થતા નિવેળા ન આવતા રહીશો ચૂંટણી તાણે વિફર્યા
વિધાનસભાની ચૂંટણી પ્રચાર ચાલી રહ્યું છે ત્યારે આણંદમાં પાયાની સુવિધા ન મળતા વિફરેલા 40 સોસાયટીના રહીશોએ નેતાઓએ વોટ માંગવા આવવું નહીં
તેવા ઘેર ઘેર પુષ્કળ લગાવ્યા છે જેને લઇને રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા છે
આણંદ શહેરના વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર 7 માં 35 વર્ષ જૂની સોસાયટીઓમાં આજે પણ પાયાની સુવિધા નો અભાવ જોવા મળી રહ્યો છે
ગટર લાઈન પાંચ વર્ષ અગાઉ નાખવામાં આવી છે પરંતુ મેન જોડાણ બાકી છે
તેના કારણે આજે પણ આ વિસ્તાર ખાળકુવા પર નિર્ભર છે તેમજ સાફ-સફાઈ નિયમિત થતી નથી.
રસ્તાઓનો પણ અભાવ છે સ્થાનિક રહીશું નિયમિત ટેક્સ ભરતા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા રહીશોની રજૂઆત ધ્યાને લેવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરી રહ્યા છે
કે સાંસદ ધારાસભ્ય સહિત પાલિકામાં વારંવાર રજૂઆત કરી છે
તેમજ મુખ્યમંત્રીની કચેરીમાં લેખિત રજૂઆત કરી છે તેમ છતાં આ વિસ્તારના પ્રશ્નો હલ થતા નથી.
આખરે અમે વિધાનસભાની ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે
શાંતિનગર કર્તવ્ય નગર હરિઓમ નગર સહિત આસપાસની ચાલીસથી વધુ સોસાયટીઓમાં ગેટ અને ઘરો પર નેતાઓએ વોટ માંગવા આવવું નહીં
તેવા બોર્ડ લગાવી દઈને વિરોધ નોંધાવતા રાજકીય પક્ષોમાં ચિંતા વ્યાપી ગઈ છે
કર્તવ્ય નગરના રહીશોએ જણાવ્યું હતું કે ઘણા સમયથી પાયાના પ્રશ્નો અંગે કોઈ જ નિર્ણય લેવાયા લેવાતા નથી
છેલ્લા એક માસથી લડત ચલાવતા છતાં પણ કોઈ નેતા જોવા સુધી આવતા નથી
જેથી આખરે રવિવારે આ વિસ્તારના રહેશો મીટીંગ કરીને ચૂંટણી મતદાન નહીં કરવાનો અને કોઈ નેતાઓને પ્રચાર માટે સોસાયટીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
તેઓ નિર્ણય કર્યો છે આણંદે શહેરના ઈસ્માઈલ નગર મોટી ખોડીયાર નાની ખોડીયાર ગંગદેવ નગર સહિતના વિસ્તારોમાં પણ ચૂંટણી ટાણે સ્થાનિક રહીશોએ પાયાની સુવિધા ના અભાવે પોસ્ટર લગાવીને વિરોધ નોંધાવ્યો હતો
ગટર જોડાણ નહીં તો વોટ નહીં
હરિ ઓમ નગર પાછળ આવેલી શાંતિ દીપ સોસાયટી ચૈતન્ય હરી સોસાયટી દરબાર ટેકરા અવની પાર્ક સહિત નાની મોટી તમામ સોસાયટીઓના પ્રવેશ દ્વારા મોટાભાગના ઘરો પર પોસ્ટર લાગી દીધા છે
કોઈ નેતાએ ચૂંટણી ટાણે વોટ માંગવા આવવું નહીં અને શરમ મૂકવા નહીં અમારું ઘણા સમયથી અપમાન થઈ રહ્યું છ પ્રિતેશ પટેલ સ્થાનિક રહીશ આણંદ
ટેક્સ વસુલે છે સુવિધા આપતા નથી
આ વિસ્તાર ત્રીસ વર્ષ જૂની સોસાયટી આવેલી છે ગટર લાઈન નાખવામાં આવી છે
પરંતુ મુખ્ય લાઈનમાં જોડાણના અભાવે ખાણકુવા નિર્ભર છીએ
આ અંગે પાલિકામાં જઈને વિદ્યાનગર લાઈનમાં જોડાણ આપવા રજૂઆત કરી હતી
તેમ છતાં બંને પાલિકા સંમત ન થતા પ્રશ્ન ઉકેલાતો નથી સાંસદને અમે પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી
કલ્પેશ ગજ્જર રહીસ.આણંદ
રજૂઆત છતાં પરિણામ શૂન્ય
વોર્ડ નંબર સાતમાં પાલિકા નગર પાછળના ભાગે આવેલી સોસાયટીમાં પણ પાયાની સુવિધા મળતી નથી
ખાસ કરીને ચોમાસામાં અવર-જવર કરવામાં મુશ્કેલીઓ પડે છે
તેમજ ગટર લાઈન અભાવ તેમજ સાફ સફાઈ નિયમિત કરવામાં આવી નથી
પાલિકામાં લેખિત તથા મૌખિક રજૂઆત કરીને થાકી ગયા પણ કોઈ નિરાકરણ આવતું નથી