છોટાઉદેપુર : પાવીજેતપુરના જામ્બા ગામ ની સીમમાં ૨૦ વર્ષ ની યુવતી ની લાશ મળતા રહસ્ય અકબંધ..

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ખટાશ જામ્બા ની સીમમાં ૨૦ વર્ષ ની ઉમર ની
શંકાસ્પદ હાલતમાં યુવતી ની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી અને વાયુ વગે ખબર પડી જતા
આજુ બાજુના લોક ટોળા એકત્ર થયા હતા પ્રાપ્ત મળતી માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના
ખટાશ જામ્બા યુવતી ની લાશ હોવાનુ જાણવા મળ્યુ હતું તેને લઈ સમગ્ર ઘટના ની જાણ કદવાલ પોલીસને થતા ઉચ્ચ અધિકારી સહિત
પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતો અને યુવતી ની લાશ પોલીસે કબજામાં લઈ કદવાલ સરકારી હોસ્પિટલ ખાતે
પોસ્ટમોર્ટમ અર્થે મોકલી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવતી ની હત્યા એ કોઇ અગમ્યો કારણસર મોત થયું છે
તે પ્રકાશ માં આવે તેમ છે. હાલ પોલીસે લાશ નો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..