પંચમહાલ : ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂંડોનો ત્રાસ..

પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેરમાં ખાડી ફળિયા વિસ્તાર સહિત આજુબાજુ સમગ્ર વિસ્તારોમાં
છેલ્લા કેટલાક સમયથી ભૂંડોનો ત્રાસ જેના કારણે અસહમ ગંદકી દુર્ગંધ મોટા પ્રમાણમાં
ભૂંડોના કારણે બાળકો વૃદ્ધ મહિલાઓ ઉપર હુમલાના વધી રહેલ બનાવ ને કારણે પ્રજા ભયભીત અને ચિંતિત છે ત્યારે
આ મુશ્કેલીઓ નિવારવા પંચમહાલ યુવા કોંગ્રેસ ના પ્રમુખ મિકી જોસેફ તેમજ અજીતસિંહ ભાટી, રફીક તિજોરી વાળા,
રાજેન્દ્ર સિંહપરમાર ની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં કાર્યકરો સ્થાનિક પ્રજાજનોએ એકત્રિત થઈ
આંબેડકર જી ની પ્રતિમા થી રેલી સ્વરૂપે ગોધરા પ્રાંત કચેરીએ પહોંચી પ્રાંત અધિકારી શ્રી ને આવેદનપત્ર આપી
ભૂંડો માટે જવાબદાર તત્વો સામે પગલા ભરી મુશ્કેલીઓ નિવારવા માંગ કરેલ હતી જેમાં મોટી સંખ્યામાં સર્વે જોડાયા હતા..
