કઠલાલ : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ના NSS સ્વયં સેવકોએ લીધી વિધાનસભાની મુલાકાત..

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના
વિભાગના સ્વયંસેવકોએ ૧૨૦ કપડવંજ વિધાનસભાના માન. ધારાસભ્યશ્રી રાજેશભાઈ ઝાલા સાહેબના યશસ્વી પ્રયત્નો થકી
ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી હતી.
પ્રસ્તુત મુલાકાત અંતર્ગત વિદ્યાર્થીઓએ ચોમાસુ સત્ર દરમિયાન ગૃહની કામગીરી નિહાળી ધારા સભાની કાર્યપ્રણાલી અંગે પ્રત્યક્ષ સમજ મેળવી હતી.
ત્યારબાદ ગુજરાત સરકારના સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ તેમજ ઉચ્ચ શિક્ષણ વિભાગના
રાજ્યકક્ષાના મંત્રીશ્રી માન. પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબે NSS સ્વયં સેવકો સાથે સંવાદ કરી સંસદિય લોકશાહીમાં
જનપ્રતિનિધીઓની ભૂમિકા બાબતે તેઓને માર્ગદર્શિત કર્યા હતા.
ત્યારબાદ કપડવંજ વિધાનસભાના ધારાસભ્યશ્રી માન. રાજેશભાઈ ઝાલા સાહેબ,
મહુધા વિધાનસભાના ધારાસભ્યશ્રી માન. સંજયભાઈ મહિડા સાહેબ,
માતર વિધાનસભાના ધારાસભ્યશ્રી માન. કલ્પેશભાઈ પરમાર સાહેબ અને
ઠાસરા વિધાનસભાના ધારાસભ્યશ્રી માન. યોગેન્દ્રસિંહ પરમાર સાહેબ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો સાથે સંવાદ કરી
તેઓને રાષ્ટ્રના વિકાસમાં પ્રવૃત્ત થવા બાબતે માર્ગદર્શન પૂરું પડાયું હતું.
પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન રાષ્ટ્રીય સેવા યોજનાના
પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડૉ. પરેશ પટેલ તેમજ ઇતિહાસ વિભાગના પ્રા. રણજીત ડાભી દ્વારા કરાયું હતું.