માતરીઆ વેજમાં પ્રા.શાળામાં 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી..

માતરીઆ વેજમાં પ્રાથમિક શાળામાં હર ઘર તિરંગા અંતર્ગત 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી
જેમાં તાલુકામાંથી પધારેલ કલસ્ટરના સી.આર.સી. સાહેબશ્રી ,
ગામમાથી પધારેલ તાલુકા સભ્યશ્રી , તથા આરોગ્ય અધિકારીશ્રીઓ , આંગણવાડી કાર્યકરશ્રીઓ ,તથા
ગામમાથી પધારેલ કામદારશ્રી ,તલાટીકમ મંત્રીશ્રી તથા ગામમાંથી પધારેલ વડીલશ્રીઓ ,યુવાવર્ગ ,
ગામમાંથી પધારેલ બહેનો તથા ગામની હાઈસ્કૂલમાંથી પધારેલ પ્રિન્સિપાલશ્રી ,તથા પ્રમુખશ્રી શાળાના આચાર્યશ્રી ,શિક્ષકમિત્રો ,તથા
મધ્યાહન ભોજન સ્ટાફ તથા શાળાના અને હાઇસ્કૂલના વિધાર્થીઓ હાજર રહી માતરીઆ વેજમાં પ્રાથમિક શાળાના પટાંગણમાં
તાલુકા કક્ષાનો 78મો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી ,

જેમાં પ્રમુખશ્રી તરીકે
ગામના રિટાયર્ડ થયેલા આર્મી મેન શ્રી ફતેસિંહ દોલતસિંહ બારીઆ ની નિમણુક કરવામાં આવી હતી ,
ત્યારબાદ નિમાયેલા પ્રમુખશ્રીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારબાદ સૌએ સમૂહમાં સલામી આપવામાં આવી હતી ,
ત્યારબાદ રાષ્ટ્રીગીતનું ગાન ગાવામાં આવ્યું હતું , તથા પ્રમુખશ્રી દ્રારા પ્રવચન આપવામાં આવ્યું હતું,
પે.સેન્ટરમાંથી પધારેલ સી.આર.સી સાહેબા હસ્તે શાળાના પ્રતિભાશાળી શિક્ષકશ્રી પટેલ ભૌતિકકુમાર રયજીભાઇ પટેલને એવોર્ડ એનાયતા કરવામાં આવ્યો હતો ,
ત્યારબાદ શાળામાં વાલી સંમેલાણ યોજવામાં આવ્યું હતું ,
જેમાં બાળકોને લગતા પ્રશ્નો બાળકોની અનિયમિતતા શાળાનો પ્રોગ્રેસ વિષેની ચર્ચા ,
શિષ્યવૃત્તિ ,શિક્ષણ જેવા મુદ્દાઓ લઇ વાળી મીટીંગા કરવામાં આવી હતી .
આવેલા તમામ મહેમાનોને ગામના તલાટીશ્રી દ્રારા લાવેલ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું ,
છેલ્લે સૌ મહેમાનો અને ગામના વડીલશ્રીઓ સૌ વિવિધ ચર્ચાઓ કરી સૌ મહેમાનો અને બાળકો સૌ છૂટા પડ્યા હતા.