અંગદાતાને મરણોત્તક સન્માન.

22 ગામ લેઉઆ પાટીદાર સમાજ, ખાનપુર/વીરપુર.
પટેલ સમાજમાં વિરપુર તાલુકાના કુંભરવાડી ગામના અખંડ સૌભાગ્યવતી સ્વ. મંગુબેન મહેન્દ્રભાઈ પટેલ.
જેઓને બ્રેઈન સ્ટોક આવતાં અમદાવાદની પ્રખ્યાત ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ડોકટરોના સઘન પ્રયત્નો છતાં નસીબ સાથ ન આપતાં બ્રેઈન ડેડ જાહેર કરતાં
તેઓના પતિ શ્રી મહેન્દ્રભાઈ તથા પુત્ર સ્પર્શ અને પરિવાર
પરિવારજનોની સંમતિ પછી દર્દીની બે આંખો,
બે કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું હતું.

જેની સરકારશ્રી દ્વારા ઉમદા અને જાહેર જનતા માટે પ્રેરણાદાયક નોંધ લેવાતાં,
આજ રોજ 78માં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
શ્રી કે. એમ. દોશી હાઈસ્કૂલ, બાકોર- પાંડરવાડા ખાતે ઉજવણી ટાણે,
મહીસાગર જિલ્લા સેવા સદન કચેરી લુણાવાડાના કલેક્ટરશ્રી નેહાકુમારી અને જિલ્લા પ્રમુખ શ્રી બાબુભાઇ પટેલના હસ્તે
અ. સૌ. સ્વ. મંગુબેન મહેન્દ્રભાઈ પટેલને મરણોત્તક સન્માન પ્રમાણ પત્ર, મરણ જનારના પરિવાર જનોને એનાયત કરવામાં આવ્યું.
