ખેડબ્રહ્મા : શ્રી મંજીપૂરા પ્રાથમિક શાળા માં ધોરણ 6 થી 8 નો બાલમેળો યોજવામાં આવ્યો..

શ્રી મંજીપૂરા પ્રાથમિક શાળા માં ધોરણ 6 થી 8 નો બાલમેળો યોજવામાં આવ્યો જેમાં આપણા વ્યવસાયકારો ના પાત્ર ભજવવા માં આવ્યા.
જેનાથી બાળકોને દરેક વ્યવસાયકારની કામગીરી અને આપણને તે ક્યાં ઉપયોગી છે તેની જાણકારી આપવામાં આવી.
આ બાલમેળામાં તમામ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.અને શાળાના શિક્ષકો એ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.
શિક્ષણ માં ઉપયોગી પ્રવૃત્તિથી બાળકો ને જાણકારી મળી રહે તે હેતુથી બાલમેળા યોજવામાં આવે છે.
