ટીંટોઈ : સાબરકાંઠા લોકસભાના મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાએ જાહેર સભા સંબોધી

આગામી ૭ મે ના રોજ ગુજરાત ભરમાં યોજનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા
પૂરજોશમાં પ્રચાર આરંભ કરી દેવાયો છે દરેક ઉમેદવારો પોતાના મતવિસ્તારોમાં મતદારોને રિઝવવા સભાઓ ગજવી રહ્યા છે
ત્યારે સાબરકાંઠા અરવલ્લી લોકસભાની અનેક વિવાદોથી ઘેરાયેલી બેઠક પર ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયા દ્વારા
પ્રચાર પ્રારંભ કરી દેવાયો છે મોડાસા તાલુકાના વસ્તીના ધોરણે મોટું ગામ ગણાતું ટીંટોઈમાં શોભનાબેન બારૈયા એ સભા સંબોધી હતી
સભામાં ગુજરાત રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમાર તાલુકા પ્રમુખ તથા પૂર્વ જિલ્લા પ્રમુખ રણવીર સિંહ ડાભી હીરાભાઈ પટેલ કેયુરભાઈ પટેલ
ટીંટોઇ જિલ્લા પંચાયત સદસ્ય વીણાબેન ખરાડી, પ્રશાંતભાઈ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયા એ સભામાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ગ્રામજનો તથા યુવાનોને
કમળને વોટ આપી અપાવી વિજય અપાવવા માટે અનુરોધ કરાયો હતો મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર દ્વારા
સાબરકાંઠા લોકસભાના મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયા પાંચ લાખ થી વધુ મતોથી વિજય થશે તેવી આશા વ્યક્ત કરી હતી..