SSA (સમગ્ર શિક્ષા અભિયાન) માં કામ કરતા કરાર આધારિત વોકેશનલ ટ્રેનરો સાથે અન્યાય…

ગુજરાતમાં વર્ષ ૨૦૧૬ થી વિવિધ સરકારી હાઈસ્કુલોમાં SSA પ્રોજેક્ટ હેઠળ વ્યવસાયિક શિક્ષણની શરૂઆત થઈ હતી
અને હાલમાં વિવિધ ૧૩ ટ્રેડોમાં સરકારી તથા ગ્રાન્ટેડ હાઇસ્કુલોમાં ૧૭૫૦ વ્યવસાયિક ટ્રેનરો પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે.
તેમને દર મહિને અંદાજે રૂપીયા ૧૫,૦૦૦ થી ૧૭,૦૦૦ પગાર ભથ્થું આપવામાં આવે છે.
શિક્ષણ ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન હોવા છતાં વોકેશનલ ટ્રેનર ની નિમણૂક પછી
કોઈપણ પગાર વધારો કરવામાં આવ્યો નથી તેમજ પગારનો ઘટાડો કરવામાં આવ્યો છે
તેમજ પગાર સમયસર કરવામાં આવતો નથી..
એક તુલનાત્મક વિશ્લેષણ દર્શાવે છે કે,
પંજાબ, કેરળ, ઓડિશા અને હરિયાણા…
જેવા અન્ય રાજ્યોમાં આ જ હોદ્દા પર કાર્ય કરતા વોકેશનલ ટ્રેનર નો પગાર દર મહિને
રૂપીયા ૩૦,૦૦૦/- કરતાં વધારે ચૂકવવામાં આવે છે.
આ મોંઘવારીમાં આવી નોંધપાત્ર અસમાનતા ગુજરાતમાં વોકેશનલ ટ્રેનર ને
વર્તમાન આર્થિક પડકારો સામે ચાલવું મુશ્કેલ થઈ જાય છે.
વોકેશનલ ટ્રેનરની મુખ્ય રજૂઆતો નીચે મુજબ છે :
(૧) વોકેશનલ ટ્રેનરને એજન્સી
પ્રથા માંથી મુક્ત કરી
સરકારમાં કાયમી નિમણૂક
કરવા…
(૨) વોકેશનલ ટ્રેનર નો પગાર
વધારો શાળામાં ચાલતા
વર્તમાન સરકારશ્રીના
ધારાધોરણ મુજબ કરવો…
ઉપરોક્ત વિષયને અને મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોકેશનલ ટ્રેનરના હિતમાં ઉપરોક્ત મુદ્દે
સંતોષકારક નિર્ણય આવે તેવી વોકેશનલ ટ્રેનરોમા માંગ ઉઠવા પામી છે..
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નું સ્વપ્ન છે અને ભારત માં તેમણે
NEP-20/
Vocational Education
દ્વારા બાળકો માં કળા નો વિકાસ થાય
અને
આત્માનિર્ભર ભારત બને તે માટે વોકેશનલ શિક્ષણ ને પ્રાધાન્ય આપ્યુ છે..
આ નવી શિક્ષણ નીતિ (NEP-20) મુજબ બધા વોકેશનલ ટ્રેનર બાળકના વિકાસ માટે
યોગ્યતા અને નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે તેમ છતા છેલ્લા પાંચ વર્ષ થી
(૨૦૧૯-૨૦૨૪) વારંવાર રજુઆતો કરવા છતા તેમના પગાર મા કોઈ જ વધારો થયો નથી
અને વધતી મોંઘવારી મા હવે ગુજરાન ચલાવવુ પણ મુશ્કેલ છે..
તેથી બધા વોકેશનલ ટ્રેડસના ટ્રેનરોની આ માંગ તાત્કાલિક ધ્યાને લઈ
યોગ્ય નિર્ણય લેવાય તેવી માંગ જોવા મળે છે…