મહિસાગર : કડાણા તાલુકાના કાર્યશ્રેત્રમા આવેલ માલવણ ગ્રુપગ્રામપંચાયત નાં મહિલા સરપંચ નાં પતિ દ્વારા આ પંચાયત નો વહીવટ અને કામગીરી..

મહિસાગર જીલ્લા ના કાર્યશ્રેત્ર મા આવેલ
કડાણા તાલુકાની માલવણ ગ્રુપગ્રામપંચાયત નાં મહિલા સરપંચ નાં પતિ દ્વારા આ પંચાયત નો વહીવટ અને કામગીરી કરાતી હોઈ
અને આ મહિલા સરપંચ અને તેમનાં પતિ દ્વારા માલવણ ગ્રુપગ્રામપંચાયત નું બેંક ખાતું બેંક ઓફ બરોડા માલવણ શાખા મા હોવાં છતાં પણ
સક્ષમ અધિકારી ની પર્વ મંજૂરી વગર અને સભ્યોને વિશ્ર્વાસ માં લીધાં વગર અને નિયમસર ની કાર્યવાહી કર્યા વગર બીજું બેંક ખાતું
સંતરામપુર અબૅન બેંક માલવણ શાખા મા નવીન ખાતું ખોલાવી અને આ ખાતામાં સરકારની આવેલ નાણાં રુપિયા ૨,૯૦,૪૦૦/- જમા કરાવી
અને આ અબૅન બેંક નાં ખાતામાંથી રુપિયા એંસી હજાર નો ચેક કમળાબેન નાં નામનો અને રુપિયા એક લાખ નો ચેક
સરપંચ નાં પતિ કિરણભાઈ સોલંકી નાં નામનો અને રુપિયા એક લાખ દસ હજાર નો ચેક નેશનલ ટેડસૅ નાં નામનો લખીને
આ નાણાં ઉપાડવા માં આવતા અને સરપંચ નાં પતિ વહીવટ કરતાં હોય અને સરપંચ નાં પતિ દ્વારા તેમનાં નામે પંચાયત નાં નાણાં ઉપાડતા આ મુદ્દો ગરમાયેલ છે.
તથા અન્ય નાણાં જે કમળાબેન નાં નામે અને નેશનલ ટેડસૅ નાં નામે ઉપાડાયેલ છે તેની તપાસ કરવાની માંગ આ ગ્રામપંચાયત નાં સભ્યો
પ્રેરણબેન વીરપુરા અને ગૌરી.આર.એ.શેખ શેહનાજ નાઓ એ તાલુકા વિકાસ અધિકારી કડાણા અને તથા જીલ્લાના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી માગણી કરી છે.
વધુમાં આ સભ્યો એ માલવણ ગ્રુપગ્રામપંચાયત નાં બેંક ઓફ બરોડા માલવણ શાખા નાં ખાતાં માં સ્વચ્છતા અંગે ની તથા ઓકટોય ની આવેલ ગ્રાન્ટ નાં નાણાં
રુપિયા ચાર લાખ જમા કરાવી ને તે નાણાં માંથી રુપિયા બે લાખ નો ચેક કોઈક બોરવાળા ના નામે અને રુપિયા એક લાખ નો ચેક જય અંબે મટીરીયલ માલવણ નાં નામે
અને રુપિયા એક લાખ નો ચેક માલવણ ગ્રુપગ્રામપંચાયત નાં મહિલા સરપંચ નાં પતિ કિરણભાઈ સોલંકી નાં નામનો
લખીને આ નાણાં ઉપાડવા માં આવતા આ જે નાણાં ઊપડ્યા તે ક્યાં કામો માટે નાં હતાં અને તે કામો થયેલા છે કે કેમ???
અને કામો ને ટેકનીકલ ને વહીવટી મંજુરી આપવા માં આવી છે કે કેમ???
તેમજ સરપંચ નાં પતિ નાં નામે જે નાણાં ઊપડ્યા તે નાણાં સંબંધીત પણ તપાસ કરવામાં આવે
અને સરપંચ અને તેમનાં પતિની તેમજ તલાટી કમ મંત્રી ની મીલીભગત થી આ ગેરરીતિ થયેલ હોઈ
તાત્કાલિક તપાસ હાથ ધરી અને ગેરરીતિઓ અને કૌભાંડ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરાઈ છે.