ડેપોના કર્મચારીએ 3.05 લાખના દાગીના મહિલાને પરત આપ્યા

વિસનગરથી વડોદરા જતી બસમાં રૂપિયા 3.05 લાખના દાગીના ભરેલું પાકિટ બસમાં ભૂલી ગઇ હતી.
અમદાવાદની મહિલાને પોતાનું પાકિટ યાદ આવતા ડેપોમાં આવી તપાસ કરી હતી.
ત્યારે ડેપોના ફરજ ઉપરના ટ્રાફિક કંટ્રોલરે દાગીના અને પાકિટ મહિલાને પરત કરીને સમાજમાં ઇમાનદારીનો મેસેજ આપ્યો હતો.
અમદાવાદમાં રહેતી મહિલા વિસનગરથી વડોદરાવાળી બસમાં બેઠી હતી.
બસમાંથી ઉતર્યા બાદ મહિલા પોતાની સાથે લાવેલું પાકિટ બસમાં જ ભૂલી ગઇ હતી.
જોકે બસમાં ભૂલી ગયેલા પર્સની ફરજ ઉપરના કંડક્ટરે મળ્યું હતું.
જે બસમાં બેઠેલા મુસાફરોનું નહી હોવાથી પર્સને ડેપોના ટ્રાફિક કંટ્રોલર ધર્મેન્દ્રભાઇ એચ પંડ્યાને સોંપ્યું હતું.
જોકે મહિલાને પોતાનું પાકિટ યાદ આવતા તેણે ડેપોમાં શોધખોળ કરી હતી.
ત્યારે મહિલાના સગાઓએ ટ્રાફિક કંટ્રોલર ધર્મેન્દ્ર પંડ્યાને પુછતા તેમણે જરૂરી તપાસ કરીને મહિલાને પાકિટ પરત આપ્યું હતું.
મહિલાના પાકિટમાં સોનાના દાગીના હતા.
તેમાં એક તોલાનની હેરો, સવા તોલાની એક નંગ માળા, ત્રણ તોલાની ચાર બંગડી, એક તોલાની બુટ્ટી અને દસ ગ્રામની એક નંગ વીંટી જેની બજાર કિંમત રૂપિયા 305500ની થાય છે.
ટ્રાફિક કંટ્રોલરે મહિલાને 3.05 લાખના દાગીના અને પાકિટ પરત કરીને ઇમાનદારીનું ઉદાહરણ આપ્યું હતું.