દાહોદના નવાગામ ચાર રસ્તે પતિ સાથે બાઈક પર જતી પત્નીના ગળામાંથી સોનાની ચેન તોડી આરોપી ફરાર

દાહોદ તાલુકાના નવાગામ ખાતે મોટરસાઈકલ પર પતિ પત્ની પસાર થઈ રહ્યા હતા.
તે સમયે મોટરસાઈકલ પર આવેલ બે અજાણ્યા ચોર ઈસમોએ મોટરસાઈકલની પાછળ બેઠેલી મહિલાના ગળામાંથી રૂા.35,000ની કિંમતની સોનાની ચેઈન ઝુટવી નાસી જતાં પંથકમાં ચકચાર મચી ગયો છે.
બાઈક પર જતાં દંપતીની લગોલગ બાઈક લાવ્યા
દાહોદ તાલુકાના નવાગામ ખાતે રહેતાં સંધ્યાબેન દિનેશભાઈ હિંહોર તેમના પતિ દિનેશભાઈ સાથે મોટરસાઈકલ પર નવાગામ ચાર રસ્તા પરથી સાંજના 4 કલાકે પસાર થઈ રહ્યાં હતાં.
તે સમયે એક મોટરસાઈકલ પર બે અજાણ્યા ઈસમો આવ્યા હતા.
ત્યારે દિનેશભાઈ અને તેમની પત્નીને લાગ્યુ કે સામાન્ય રીતે જ વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે.
દંપતીની બાઈકને લાત મારી ચેન તોડી લીધી
ત્યારે એકાએક જ પાછળથી આવેલા બાઈક ચાલકે દિનેશભાઈની મોટરસાઈકલને અચાનક જ લાત મારતાં દિનેશભાઈએ આશ્ચર્ય સાથે મોટરસાઈકલ ધીમી પાડી હતી.
તે સમયે જ એક બાઈક સવારે મોટરસાઈકલની પાછળ બેઠેલા સંધ્યાબેને ગળામાં પહેરેલી આશરે પોણા બે તોલા સોનાની ચેઈન કે જેની કિંમત રૂા. 35,000થાય છે તે તોડીને બાઈક પર જ ફરાર થઈ ગયા હતા.
આ સંબંધે સંધ્યાબેન દિનેશભાઈ હિંહોર કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.