વડવામાં દીપડાએ ફરી લટાર મારી મરઘાનું મારણ કરતાં ભય

ગરબાડાના વડવા ગામે બિલવાળ ફળિયામાં ગતરોજ રાત્રીના સમયે ફરીથી દીપડો જોવા મળતા ગામ લોકોમાં ગભરાટ જોવા મળી રહી છે.
વડવા ગામમાં છેલ્લા દશેક દિવસથી ખોરાકની શોધમાં આવતા વન્ય પ્રાણી દીપડાના આંટાફેરા જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
ખેડુતો ખેતરમાં જવામા પણ ડરી રહ્યા છે.
વડવા ગામમાં બીલવાળ ફળિયામાં સરપંચના ઘરે લાગેલા CCTV કેમેરામાં ફરીવાર દીપડાની હરકત કેદ થઈ.
વડવા ગામે રાત્રીના સમયે વન્ય પ્રાણી દીપડો આવી મરઘાનો શિકાર કરતો હોવાની જાણ ગરબાડા વન વિભાગને કરવામાં આવી હતી.
સરપંચના જણાવ્યા અનુસાર એક નહિ પણ બે દીપડાઓ ગામમાં આટા ફેરા મારી રહ્યા છે.
જેને લઇ વનવિભાગ દ્વારા અઠવાડિયા અગાઉ આ દીપડાને પકડી પાડવા શિકારની સાથે પાંજરું પણ મૂકવામાં આવ્યું છે.
તેમ છતાં હજી સુધી દીપડો પાંજરામાં આવ્યો નથી.
ગત રાત્રીના રોજ સરપંચ ઘરે મરઘાનો શિકાર કરવા આવેલ દીપડાની હરકતો સીસીટીવીમાં કેદ થઈ છે.