મેટ્રોએ તૂટેલા રોડ રિપેર કરવા ના પાડી, મ્યુનિ. ખર્ચ વસૂલશે

મેટ્રોના કામ દરમિયાન શહેરના અનેક વિસ્તારમાં રોડ તૂટી ગયા હતા. ખાસ કરીને હેલમેટ સર્કલ નજીક તૂટી ગયેલો રોડ રિપેર કરવા મેટ્રોએ હાથ અદ્ધર કરી દીધા છે.
આખરે મ્યુનિ.એ આ રોડ ફરીથી બનાવવાની કામગીરી શરૂ કરી છે.
પરંતુ તેનો ખર્ચ મેટ્રો પાસેથી વસૂલ કરવા સ્ટેન્ડિંગે અધિકારીઓને સૂચના આપી છે.
નવરાત્રિ દરમિયાન વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રી જીએમડીસી ગ્રાઉન્ડની મુલાકાત લઈ શકે છે.
પરંતુ હજુ સુધી મેટ્રોના કામને કારણે ઉબડ ખાબડ બની ગયેલા રોડ રિપેર કરવામાં આવ્યા નથી.
મ્યુનિ.એ હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં પેચવર્કની કાગમીરી શરૂ કરી છે
અને આ માટે રોજ 300 ટન જેટલી સામગ્રીનો ઉપયોગ થાય છે.
જો કે, હજુ સુધી મોટાભાગના વિસ્તારમાં સેંકડો ખાડા પુરવાના બાકી છે.
