અમદાવાદમાં પતિએ માર મારી ઘરમાંથી કાઢી મૂકી, પત્નીને આખી રાત રસ્તા પર વિતાવવી પડી

પ્રતીકાત્મક તસવીર:અમદાવાદમાં પતિએ માર મારી ઘરમાંથી કાઢી મૂકી, પત્નીને આખી રાત રસ્તા પર વિતાવવી પડી

અમદાવાદમાં પતિએ માર મારી ઘરમાંથી કાઢી મૂકી, પત્નીને આખી રાત રસ્તા પર વિતાવવી પડી

પ્રતીકાત્મક તસવીર:અમદાવાદમાં પતિએ માર મારી ઘરમાંથી કાઢી મૂકી, પત્નીને આખી રાત રસ્તા પર વિતાવવી પડી
પ્રતીકાત્મક તસવીર:અમદાવાદમાં પતિએ માર મારી ઘરમાંથી કાઢી મૂકી, પત્નીને આખી રાત રસ્તા પર વિતાવવી પડી

 

અમદાવાદમાં રહેતી એક યુવતી દહેજ પ્રથાનો શિકાર બની છે. જેને લઇ પરિણીતાએ તેના સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.

લગ્ન કરી આ યુવતી તેના સાસરે ગઈ ત્યારે તેના પતિએ ફોન વાપરવાની ના પાડી હતી અને તેમના ઘરમાં સ્ત્રીઓ ફોન ન વાપરી શકે તેવો રિવાજ હોવાનું જણાવી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

એટલું જ નહીં, સાસુ સસરાએ પણ દહેજ માંગી યુવતીને હેરાન પરેશાન કરી મૂકી હતી.

સ્ત્રીઓને ફોન રાખવાની પરમિશન નથી

શહેરના વટવા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી છેલ્લા બે વર્ષથી તેના માતા પિતાના ઘરે રહે છે.

આ યુવતીના લગ્ન વર્ષ 2019 માં પાટણ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા.

લગ્ન બાદ આ યુવતી તેના સાસરે પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી સહિતના લોકો સાથે રહેતી હતી.

લગ્ન બાદ આ યુવતી જ્યારે સાસરે ગઈ ત્યારે સાસુ-સસરા અને પતિએ ફોન રાખવાની તેને ના પાડી હતી

અને અમારા ઘરમાં સ્ત્રીઓને ફોન રાખવાની પરમિશન નથી તેમ કહીં ફોન રાખવાની ના પાડી હતી.

કાન ભંભેરણી બાદ યુવતીને માર મારતો પતિ

એકાદ મહિના જેટલું સાસરીયાઓએ સારી રીતે રાખ્યા બાદ સાસુએ આ યુવતીને ઘરકામ બાબતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું

અને તારી માતાએ તને કાંઈ શીખવાડ્યું નથી, તને જમવાનું બનાવતા નથી આવડતું તેમ કહીં ગાળો બોલવાનું શરૂ કર્યું હતું.

બાદમાં જ્યારે આ યુવતીનો પતિ કામ ધંધો કરીને ઘરે આવે ત્યારે તેની સાસુ કાન ભંભેરણી અને ચઢામણી કરતી હતી.

જે બાદ આ યુવતીનો પતિ તેને ગાળો બોલતો અને માર મારતો હતો.

પોતાનું ઘર કરવા યુવતીએ સહન કર્યો સાસરીયાનો ત્રાસ

યુવતીને પોતાનું ઘર કરવું હોવાથી તે સાસરીયાઓનો આ ત્રાસ સહન કરતી હતી.

જ્યારે યુવતીને તેના માતા-પિતા સાથે વાત કરવી હોય ત્યારે તેનો પતિ તેનો ફોન આપતો અને ફોન સ્પીકર પર રાખી ત્યાં ઉભો રહીને બધી જ વાતો સાંભળતો હતો.

તેમજ યુવતીને ઘરની બહાર પણ નીકળવા દેતો ન હતો. એટલું જ નહીં આજુબાજુના પાડોશીઓ સાથે પણ વાત કરવા દેતો ન હતો.

થોડા સમય બાદ યુવતીને દહેજમાં જે વસ્તુઓ આવી હતી તેનાથી વધુ વસ્તુઓની માંગ સાસુ-સસરા કરતા હતા.

યુવતી દહેજમાં લાવેલી વસ્તુઓ તેના સાસુ-સસરાને ઓછી લાગતી હતી. યુવતીને તેના સાસુ-સસરા એલસીડી, ગાડી અને રૂપિયા માંગી ત્રાસ આપતા હતા.

સાસુ-સસરા અવારનવાર આ યુવતીને કહેતા હતા કે અમારો છોકરાને વધુ રૂપિયા અને દહેજવાળી છોકરીઓ મળતી હતી.

જેથી તારે દહેજ પેટે રૂપિયા તો લાવવા પડશે તેમ કહીં ત્રાસ આપી માર મારતા હતા અને સાથે જ છૂટાછેડા અપાવી દઈશું તેવી ધમકી પણ આપતા હતા.

યુવતીએ ઘરની બહાર રસ્તા પર વિતાવી રાત

જોકે, જ્યારે આ યુવતીને ગર્ભ રહ્યો હતો ત્યારે તેના સાસરીયાઓ તેની સાર-સંભાળ રાખતા નહીં અને ફરી એક વખત બે લાખ રૂપિયા દહેજ માંગવાનું સાસુએ શરૂ કર્યું હતું.

યુવતીએ તેના માતા પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાનું કહેતા સાસરીયાઓએ ઝઘડો શરૂ કરી યુવતીના પતિએ તેને બે લાફા મારી ઘરમાંથી કાઢી મૂકી હતી.

પતિના કાઢી મૂકતા યુવતીએ આખી રાત ઘરની બહાર રસ્તા પર વિતાવવી પડી હતી

અને બીજા દિવસે તેના માતા-પિતાને સમગ્ર વાત કરી હતી. સમગ્ર બાબતને લઇને કંટાળીને યુવતીએ આ મામલે સાસુ-સસરા અને પતિ સામે ફરિયાદ આપતા નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp