લુણાવાડાની મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર 10 હજારની લાંચ લેતાં ઝબ્બે

મહીસાગર જિલ્લામા 7 મહીનામાં બીજી વખત એસી.બી દ્રારા સફળ ટ્રેપ કરવામા આવી છે.
જેના કારણે જિલ્લાના કેટલાય અઘિકારીઓમા ફફડાટ વ્યાપ્યો છે.
ત્યારે મળતી વિગત અનુસાર લુણાવાડા ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા જીગ્નેશકુમાર પંડયા દ્રારા કુટુંબી ભાઈએ વેચાણ રાખેલ જમીન ફરિયાદીના કાકાના નામે કરવા સારું કાચી નોંધ પડી ગયેલ હોય
જે નોંધ પાકી કરવાના અવેજ પેટે સર્કલ અોફિસરે રૂા.10,000ની માંગણી કરી હતી.
ફરિયાદી દ્વારા પૈસા ન આપતા એસીબીમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના અાધારે છટક ગોઠવવામાં અાવ્યુ હતુ.
જેમા ફરીયાદીના હાથે સર્કલ અોફિસર જીગ્નેશ પંડયાને રૂા.10 હજાર લેતા જેસીબી પોલીસના હાથે રંગે હાથે પકડાઇ ગયો હતો.
લુણાવાડા અેસીબી પોલીસ લાંચીયા અધિકારીને લાવીને અાગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ફરી એક વખત નાયબ મામલતદાર ગરીબ ખેડૂતની નોધ પડાવવા પૈસાની માંગણી કરતાં પકડતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
ત્યારે માત્ર 7 મહીનામાં ફરી એક વખત સર્કલ ઓફિસર પૈસાની માંગણી કરતા એસીબીના હાથે પકડાતા જીલ્લા વહિવટી તંત્રમા ફફડાટ ફેલાયો છે.
ક્યાં સુઘી આ રીતે આવા લચિયા અઘિકારીઓ સામાન્ય જનતા પાસે સરકારી કામનાં તેમજ નાના મોટાં સહી સિક્કા કરવાના પણ પૈસા માંગતા હોય છે.
તેની સામે અનેક સવાલો સાથે નગર અને જનતામા ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ક્યાં સુઘી આં સિલ સિલો ચાલશે તેવા અનેક સવાલો સાથે પ્રજામા રોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે, સરકારી ઓફિસોમાં અવાર નવાર લાભાર્થીઓને કામ માટે આવવુ પડતુ હોય છે
અને તે માટે સરકારી કચેરીઓમાં ધક્કા પણ ખાવા પડતા હોય છે.