દાહોદમાં મોબાઇલ શોપમાં થયેલી લૂંટનો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો, ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

દાહોદના સ્ટેશન રોડ ઉપર ચાર દિવસ અગાઉ ધોળે દિવસે એક મોબાઇલ શોપમાં તમંચો બતાવી રોકડ રકમ તથા મોબાઈલ લૂંટવાના બનાવમાં
દાહોદ એલસીબી પોલીસે આરોપીને, મહારાષ્ટ્રના સેંગાવ પોલીસ મથકની હદમાંથી ઝડપી પાડયો છે.
ખાતેથી માઉજર, બે જીવતા કારતુસ, મોબાઇલ મળી રૂપિયા 78,599 ના મુદ્દા માલ કબ્જે કર્યો હતો.
બાઈકનો નંબર તપાસમા કામ આવ્યો
દાહોદના સ્ટેશન રોડ થી બદરી મોબાઇલ શોપમાં ચાર દિવસ અગાઉ એક લૂંટારો ઘુસી દુકાનના માલિક મુસ્લિમ ઝુમ્મર વાલાને તમંચો બતાવી દુકાને શટર બંધ કરી દીધી હતી.
અને અડધા લાખ ઉપરાંતની લૂંટ કરી લૂંટારો મોટરસાયકલ ઉપર નાસી છૂટ્યો હતો.
ત્યારે મહારાષ્ટ્ર પાર્સિંગની મોટરસાયકલ નો નંબર પોલીસને મળી આવતાં તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
છેવટે લૂંટારુ મહારાષ્ટ્રથી ઝડપાઈ ગયો છે.
દુકાનદાર પાસેથી લૂંટેલો મોબાઈલ ટ્રેસ કરતાં મહારાષ્ટ્ર લોકેશન મળ્યુ
દુકાનદાર પાસેથી એક મોબાઇલ ફોન પણ લૂંટી લીધો હતો.
તે મોબાઈલ ફોનના ટેકનિકલ સોર્સ મારફતે અને મહારાષ્ટ્રના આરટીઓ વિભાગમાં મોટરસાયકલના નંબરની તપાસ હાથ ધરતા દાહોદ એલસીબી પોલીસને મહત્વની કડીઓ મળી હતી.
અને આરોપી લૂંટારૂ મહારાષ્ટ્રમાં હોવાનું પોલીસને જાણમાં આવ્યું હતું.
પોલીસ ટીમોએ મહારાષ્ટ્ર જઈ સેંગાવ પોલીસ મથકની હદમાંથી ઝડપયો
પોલીસે અલગ અલગ ટીમો બનાવી તાબડતોડ દાહોદ એલસીબી પોલીસ મહારાષ્ટ્ર મુકામે પહોંચી હતી.
મહારાષ્ટ્ર ના સેંગાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લૂંટારૂ આરોપીના ઝડપી પાડી દાહોદ મુકામે લઈ આવી હતી.
જ્યાં આરોપી ની સઘન પૂછપરછ કરતા તેને પોતાનું નામ શંકર સુરેશ કોસ્ટી જણાવ્યું હતું
અને તે મૂળ મહારાષ્ટ્રના જામોદ રોડ જિલ્લા બુલડાણા નો રહેવાસી અને હાલ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેતો હોવાનું પોલીસ સમક્ષ સામે આવ્યું હતું.
પોલીસે તેની રોકડા રૂપિયા 22, 000/-, એક મોટરસાયકલ, માઉઝર પિસ્તોલ, બે જીવતા કારતુસ અને દુકાનદાર પાસેથી પૈસાની સાથે સાથે લૂંટી લીધેલ એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 78,599/-નો મુદ્દામાલ પોલીસે કર્યો હતો.