ફતેપુરા, લીમડીમાં બેંક અને ઘરફોડ કરનાર ઝબ્બે

ફતેપુરા અને લીમડીમાં બેંકમાં ઘરફોડ ચોરી કરનાર આરોપીને ફતેપુરા અને લીમડી પોલીસે સંયુક્ત કામગીરી કરીને ઇ ગુજકોપનો ઉપયોગ કરી પોકેટ મોબાઇલ ફોન આધારે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો
તસ્કર ઝડપાતાં ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
ફતેપુરાના સલરા ગામે તા.12 સપ્ટેમ્બરના રોજ રાત્રી દરમિયાન અજાણ્યા ચોરોએ બેંક ઓફ બરોડા શાખામાં ચોરી કરવાના ઈરાદે આગળના ભાગે મેઈન શટલને મારેલ તાળા તોડી અંદર પ્રવેશ કરી બેંકમાં અંદરના ભાગે બેંક લોકરના દરવાજાને મારેલુ તાળુ તોડી દરવાજો ખોલી લોકરમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ વખતે બેંકનુ સાયરન વાગતા ચોરો ફરાર થઇ ગયા હતાં.
ઝાલોદ એએસપી વિજયસિંહ ગુર્જર તથા સર્કલ પો.ઇન્સ. એચ.સી.રાઠવાના માર્ગદર્શનના આધારે તપાસ શરૂ કરાઇ હતી.
પોલીસે સીસીટીવી ફુટેજ તથા હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. બેંક નજીકથી મળી આવેલ એક હોન્ડા ડ્રીમ યોગા બાઇક નંબર GJ.20.AE.2679 ઈ ગુજકોપથી સર્ચ કરતાં વાહન માલિકનું સરનામું ચોસાલાનુ હોવાનું જણાયુ હતું.
આ સાથે લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારના સુથારવાસા ગામે પણ ચોરીનો બનાવ બન્યો હતો.
સીસીટીવીમાં યુવકે કાળા કલરનુ શર્ટ પહેરેલ તેના જેવું ડીઝાઈનવાળુ શર્ટ ગુનાવાળી જગ્યાએથી થોડે દુર કાળા કલરનું ડીઝાઈનવાળુ શર્ટ મળી આવ્યુ હતું.
બાઇકના માલિકની પુછપરછમાં બાઇક અજયકુમાર રસુલભાઈ ડામોર બે ચાર દિવસથી લઈ ગયેલ હોવાનું જણાવ્યુ હતું.
અજયની લીમડી બસ સ્ટેન્ડમાથી અટકાયત કરતાં બંને સ્થળે બેંકમાં ધાપ માર્યાનું કબુલ કરી લીધુ હતુ.
દિવસે રેકી કરી રાતે ચોરી કરતાં હતાં
અજયકુમારે તેના અન્ય સાથીઓ સાથે મળીને આ ઘટનાઓને અંજામ આપ્યો હતો.
ટોળકી ભેગી મળી બેંકના મકાનોની દિવસ દરમિયાન રેકી કરતાં અને આસપાસ રહેણાંક મકાન ન હોય તેવી બેંક પસંદ કરતા હતાં.
દોઢેક મહીના પહેલા ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામે ભારત ફાયનાન્સ ઈન્ફ્યુલીન લીમીટેડની ઓફીસમાથી રાત્રીના સમયે ઘરફોડ ચોરી
સાથે 15 દિવસ પહેલા લીમડી નજીક બીલવાણી ગામે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં ઘરફોડ ચોરી કરવાનો પ્રયાસ કરવાની કબૂલાત કરી હતી.