આમ આદમી પાર્ટીના સાંસદ અને યુવા નેતા રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહ પ્રભારી બનાવાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી સંગઠન વધારી રહ્યું છે.
ચૂંટણીમાં જીત મેળવવા માટે હવે રાષ્ટ્રીય નેતાઓને પણ ગુજરાતમાં જવાબદારી આપવામાં આવી રહી છે.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે.
સંદીપ પાઠક અત્યારે પ્રભારીની જવાબદારી નિભાવી રહ્યા છે
જેની સાથે હવે રાઘવ ચઢ્ઢા સહ પ્રભારી તરીકેની જવાબદારી ગુજરાતની ચૂંટણી માટે નિભાવશે.
ગુજરાતમાં યુવા ચહેરા તરીકે પ્રસ્થાપિત કરવા માટે તેઓને આ જવાબદારી સોંપવામાં આવી છે.
પંજાબ વિધાનસભા ચૂંટણીના હતા રણનીતિકાર
સાંસદ રાઘવ ચઢ્ઢાએ પંજાબ વિધાનસભા ચૂંટણીની જીતમાં પણ પાર્ટી માટે મોટો રોલ પ્લે કર્યો હતો.
યુવા ચહેરા તરીકે તેઓ લોકપ્રિય છે,
જેના કારણે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમના ખાસ રોલ માટે પાર્ટીએ તેઓને જવાબદારી આપી છે.
રાઘવ ચઢ્ઢાએ બે દિવસ પહેલા ટ્વીટ પણ કર્યું હતું
કે પાર્ટી મને ગુજરાતમાં જે પણ જવાબદારી આપશે તેના માટે હું તૈયાર છું
અને ભાજપના 27 વર્ષના કુશાસન સામે લડત આપશે.
જેને લઇ અને આજે આમ આદમી પાર્ટી દ્વારા તેઓને ગુજરાતના સહ પ્રભારી બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ કર્યો છે અભ્યાસ
રાઘવ ચઢ્ઢા મોડર્ન સ્કૂલ, બારાખંભા અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ જેવા દુનિયાભરના ટોપ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થી રહ્યા છે.
તેઓ પ્રોફેશનથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેમણે દુનિયાની કેટલીક સૌથી મોટી કોર્પોરેટ ફર્મ સાથે પણ કામ કર્યું છે.
રાઘવ ચઢ્ઢાએ આ પહેલા દિલ્હીની AAP પાર્ટીની સરકારમાં નાણા મંત્રી મનીષ સિસોદિયાના આર્થિક સલાહકારના રૂપમાં કામ કર્યું છે.
દિલ્હી સરકાર દ્વારા ચઢ્ઢાને માત્ર 1 રૂપિયા સેલેરી આપવામાં આવતી હતી.
રાઘવે રેવન્યૂ ચોરીને રોકવા અને ભ્રષ્ટાચાર ઓછો કરવા માટે પ્રયત્ન કર્યા છે.
