શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળા માં 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અને નવીન પરબ નું ઉદઘાટન..

શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળા માં 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી અને
નવીન પરબ નું ઉદઘાટન કરી બાળકો તથા ગામ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી..

તારીખ 15મી ઓગસ્ટ 2024 ગુરુવારે સાબરકાંઠા ના પોશીના તાલુકા માં આવેલી
શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત શાળા માં પ્રભાત ફેરી અને ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
શાળા માં 100 થી વધારે વાલીઓ એ આ કાર્યક્રમ માં હાજરી આપી હતી અને આ રાષ્ટ્રીય કાર્યક્રમ ઉજવ્યો હતો.
વિશેષ માં આજના દિવસે શાળા ના શિક્ષિકા બેન શ્રી રાઠોડ પ્રિયંકાબેન દ્વારા તેમના પિતાશ્રી સ્વર્ગસ્થ રાઠોડ દિલીપસિંહ ના સ્મરણાર્થે બનાવેલ
નવીન પરબ નું પણ ગામના આગેવાનો તથા શાળા ના આચાર્ચ ભગોરા મનોજભાઈ અને બેનશ્રી ના હસ્તે
રીબીન કાપી શાળા ના બાળકો અને ગામ લોકો ખુલ્લી મૂકવામાં આવી હતી.
વધુ માં બેનશ્રી નો તેમના આવા ઉમદા કાર્ય માટે શાળા ના સ્ટાફ મિત્રો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..