વિશ્વાસથી વિકાસ યાત્રાનુ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યુ..

તલોદ તાલુકાના હરસોલ એ.પી.એમ.સી ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા યોજાઈ જેમા ૨૦ વર્ષના વિકાસ દ્વારા થયેલ વિકાસ ની ઉજવણી જન જન સુધી સરકારની સેવાઓ અને લાભો વિશ્વાસ યાત્રા થકી પહોચાડવા આવી
જેમા તલોદ- પ્રાંતિજ તાલુકાની જનતાના અન્ય પડતર પ્રશ્નોનું પણ નિરાકરણ આવતાં બંને તાલુકાની જનતામાં અપાર ખુશી જોવા મળી રહી છે .
મંત્રીની સરકારમાં અસરકારક રજૂઆતોના પગલે પ્રધાન મંત્રી ગ્રામ સડક અંતર્ગત પ્રાંતિજ – તલોદ તાલુકાના નવા રસ્તા બનાવવા માટે
રાજ્ય સરકારે ૧૨ કરોડ ૩૫ લાખની રકમ ફાળવતાં જનતામાં ખુશી જોવા મળી રહી છે .
ઉત્સાહી ધારાસભ્ય અને મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે એક પછી એક બંને તાલુકાની જનતાના પાયાના પ્રશ્નો ઉકેલતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે .
આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, પુર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા,
સાંસદ દિપસિહ રાઠોડ, મહીલા બાળ વિકાસ ચેરમેન રેખાબા ઝાલા ,માર્કેટ યાર્ડ ના ચેરમેન સંજયભાઈ પટેલ, આગેવાનો કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..