ગાંધીનગરમાં રૂપાલમાં માતાજીની પલ્લીમાં આજે ઘીની નદીઓ વહેશે

દુનિયામા ઘી વાળીન માના નામથી જાણિતી બનેલી રૂપાલના વરદાયિની માતાજીની પલ્લીની શરૂઆત પાંડવો કાળથી શરૂ કરવામા આવી છે.
આસો સુદ નોમની રાત્રે નિકળતી વરદાયિની માતાજીની પલ્લી કાઢવામા આવે છે.
ગામના 27 ચકલામા ઘીનો અભિષેક કરાયા બાદ માતાજીની પલ્લી મંદિરે પહોંચે છે.
આજે મંગળવારે રુપાલમા પલ્લી કાઢવામા આવશે, જેથી ગામમા ઘીની નદીઓ વહેતી જોવા મળશે.
ગાંધીનગરના રૂપાલ ગામમા વરદાયિની માતાજીની આસો સુદ નોમના દિવસે પલ્લી કાઢવામા આવે છે.
આજે મંગવારે પલ્લી કાઢવામા આવશે. ગત વર્ષે કોરોનાના કારણે માત્ર 10 હજાર કીલો ઘીનો અભિષેક થયો હતો.
મંદિરના મેનેજર અરવિંદભાઇ ત્રિવેદીએ કહ્યુ હતુ કે, આજે માતાજીની પલ્લી ઉપર 5 લાખ ઘીન ચડાવવામા આવે તેવો અંદાજ લગાવવામા આવી રહ્યો છે,
કારણ કે, કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી પલ્લીની બાધા પુરી થઇ શકી નથી.
પરિણામે શ્રદ્ધાળુઓની સંખ્યામા પણ વધારો થાય તેવુ લાગી રહ્યુ છે.