કલોલના સેવાસેતમાં 1224 અરજીનો સ્થળ પર નિકાલ

કલોલ નગરપાલિકા દ્વારા શનિવારે કલોલ શહેર કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
તેમાં તમામ 1224 અરજીનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.
આવકનો દાખલો, જન્મ-મરણના દાખલા, આધારકાર્ડ સહિત અને વીજ જોડાણ માટે અરજદારોએ લાભ લીધો હતો.
તેમાં સૌથી વધુ 658 લોકોએ ડાયાબિટીસ અને બી.પી ની ચકાસણી કરવાનો લાભ મેળવ્યો હતો.
કલોલ નગરપાલિકા કક્ષાના આઠમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
પાલિકા કચેરી ખાતે સવારે 9 વાગ્યે યોજાયેલા કાર્યક્રમમાં સરકારી યોજનાનો લાભ લેવા માટે ખુબ મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યાં હતાં.
હેલ્થ લેવનેસ કાર્ડ દ્વારા સૌથી વધુ 658 લોકોએ ડાયાબિટીસ અને બી.પીની ચકાસણી કરાવી હતી.
તે ઉપરાંત પ્રોપર્ટી ટેક્સ માટે 91, જન્મ-મરણના દાખલા-74, આવકનો દાખલો-67, આધારકાર્ડ-58, વીજજોડાણ-13 સહિત કુલ 1224 લાભાર્થીઓએ લાભ લીધો હતો.