ટૉર્ચ ઑૅફ યુનિટીથી રાષ્ટ્રીય રમતોત્સવનો આરંભ થશે, દેશના 1 હજારથી વધુ કલાકારો પરફોર્મ કરશે

પ્રતીકાત્મક તસવીર:ટૉર્ચ ઑૅફ યુનિટીથી રાષ્ટ્રીય રમતોત્સવનો આરંભ થશે, દેશના 1 હજારથી વધુ કલાકારો પરફોર્મ કરશે

ટૉર્ચ ઑૅફ યુનિટીથી રાષ્ટ્રીય રમતોત્સવનો આરંભ થશે, દેશના 1 હજારથી વધુ કલાકારો પરફોર્મ કરશે

પ્રતીકાત્મક તસવીર:ટૉર્ચ ઑૅફ યુનિટીથી રાષ્ટ્રીય રમતોત્સવનો આરંભ થશે, દેશના 1 હજારથી વધુ કલાકારો પરફોર્મ કરશે
પ્રતીકાત્મક તસવીર:ટૉર્ચ ઑૅફ યુનિટીથી રાષ્ટ્રીય રમતોત્સવનો આરંભ થશે, દેશના 1 હજારથી વધુ કલાકારો પરફોર્મ કરશે

 

 

36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની ગુરુવારે 29 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.

જેને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ થઈ ચૂકી છે. IPL ફાઈનલનું આયોજન કરનારી કંપની જ નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીનું આયોજન કરી રહી છે.

ટીસીએમ પ્લેટફોર્મની ડિરેક્ટર ચંદા સિંઘે ઓપનિંગ સેરેમની વિશે જણાવ્યું કે,‘આ કાર્યક્રમમાં જાણીતા બોલિવૂડ સિંગર શંકર મહાદેવન અને તેમના પુત્રો સિદ્ધાર્થ તથા શિવમ મહાદેવન અને સિંગર મૌહિત ચૌહાણ લાઈવ ઈન કોન્સર્ટમાં પર્ફોર્મ કરશે.

નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની

ઓપનિંગ સેરેમની સમયે સ્ટેડિયમમાં 5000થી વધુ ખેલાડીઓ માર્ચ પાસ્ટ કરશે. સરદાર પટેલને ટ્રિબ્યૂટ આપતા ‘ટોર્ચ ઓફ યુનિટી’ને સમગ્ર રાજ્યમાં ફેરવ્યા બાદ તે ઓપનિંગ સેરેમનીમાં પ્રજ્વલિત કરવામા આવશે. એક રાષ્ટ્રીય અને એક આંતરરાષ્ટ્રીય ખેલાડી એમ બે એથ્લિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ટોર્ચ ઓફ યુનિટી’ સોંપશે.

આ ઉપરાંત ઓપનિંગ સેરેમની દરમિયાન આઈપીએલ ફાઈનલ કરતા પણ ભવ્ય અંદાજમાં લાઈટ શૉ અને આતશબાજી જોવા મળશે.

આ માટે સ્ટેડિયમમાં ઠેર-ઠેર રિંગ્સ ઓફ ફાયર મુકવામાં આવી છે,

સ્ટેન્ડ્સ અને ગ્રાઉન્ડમાં મોટાપાયે લાઈટ્સ ગોઠવવામાં આવી છે.

જેના થકી આઈપીએલ ફાઈનલમાં જોવા મળેલા દ્રશ્યોને એક નવા સ્તરે લઈ જઈ શકાય.

ગુરુવારે યોજાનારી ઓપનિંગ સેરેમનીનું દૂરદર્શન ઉપરાંત ઘણા સોશિયલ અને ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારણ કરવામા આવશે.

ડ્રૉન શોનો પ્રારંભ કરાવવામાં આવશે

નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની અગાઉ લોકોમાં ઉત્સુકતા જગાવવાના ભાગરૂપે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડ્રોન શૉનું આયોજન કરાયું છે.

જેમાં 600 જેટલા ડ્રોન જોવા મળશે. આ તમામ સ્વદેશી ડ્રોન રહેશે,

જે આઈઆઈટી દિલ્હીના વિદ્યાર્થીઓએ બનાવેલા છે અને ડ્રોન શૉ દરમિયાન તેઓ જ સંચાલનની જવાબદારી સંભાળશે.

રાજ્યના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ ડ્રૉન શોનો પ્રારંભ કરાવવામાં આવશે.

આ ગુજરાતી કલાકારો પરર્ફોમ કરશેટ

50 જેટલા જાણીતા ગુજરાતી ગાયકો ‘વંદે ગુજરાત’એન્થમ ગાશે.

જેમાં કીર્તિ સાગઠિયા, દિવ્યાકુમાર, ઈશાની દવે, ભૌમિક શાહ અને પાર્થ ઓઝાનો સમાવેશ થાય છે.

ઓપનિંગ સેરેમનીમાં ગરબા પણ થશે

મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન સહિત દેશના વિવિધ ભાગમાંથી આવેલા 1000 જેટલા કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ આપશે.

સાથે નવરાત્રિ નિમિત્તે ગરબા પણ યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp